Site icon News Continuous Bureau | Mumbai

શેર બજારની અસ્થિરતા વચ્ચે રોકાણકારોની દોડ સોના તરફ- સોનું થયું સસ્તું- જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

વૈશ્વિક સ્તરે બજારમાં રહેલી અસ્થિરતા વચ્ચે ભારતીય શેરબજાર(Indian stock market) પર ઉપર નીચે થઈ રહી છે. શેર બજારની અસ્થિરતા વચ્ચે રોકાણકારોએ(Investors) હવે સોના(Gold) તરફ દોટ મૂકી છે. લોકો હવે સોનામાં રોકાણને(Gold Invest) પ્રાધાન્ય આપી રહ્યા છે. શેર-બજારની ચઢ-ઉતરની અસર સોનાના ભાવને(gold price) પણ વર્તાઈ રહી છે. એમ કહીએ તો સોનું સસ્તુ થઈ રહ્યું છે. બુધવારે સોનાનો પ્રતિ 10 ગ્રામ નો ભાવ 52,300 રહ્યો હતો.

Join Our WhatsApp Channel

આ મહિનાની શરૂઆતથી સોના-ચાંદીના ભાવમાં(Gold-silver prices) ચઢ-ઉતર જોવા મળી રહી છે. મે મહિનાના અંતમાં 24 કેરેટ સોનાના દર 51,125 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. તે જૂનના પહેલા દિવસે 50,606 પ્રતિ ગ્રામ થઈ ગયો હતો. 3 જૂનના સોનાના દરમાં વધારો થઈને તે 51,455 રૂપિયા પર પહોંચ્યો હતો. ત્યાર બાદ સોનાના દરમાં ઘટાડો થવાની શરૂઆત થઈ હતી. 10 જૂન સુધીમાં દર 51,000ની નીચે આવીને સોનુ 50,935 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું હતું.

આ સમાચાર પણ વાંચો : વિમાનની મુસાફરી થશે મોંધી – જેટ ફ્યૂલના ભાવમાં ફરી કરાયો આટલા ટકાનો વધારો- હવાઈ ઇંધણની કિંમત પહોંચી નવા રેકોર્ડ સ્તરે 

13 જૂનના સોનાના દરમાં ફરી તેજી જોવા મળી હતી. તે વખતે સોનાના દર(Gold rates) 51,435 સુધી પહોંચી ગયા હતા. શેરબજારમાં 14 જૂનના મોટો ઘટાડો થઈને દર 50,647 રૂપિયા પર આવ્યો હતો. એક દિવસમાં સોનાનો દર 212 રૂપિયાથી ઘસરી ગયો હતો. સોનાના દર ઘસરી જવાથી સોનામાં રોકાણ કરનારા માટે સારી સંધી ઉપલબ્ધ થઈ હોવાનું નિષ્ણાતોનું માનવું છે. નિષ્ણાતોના કહેવા મુજબ આગામી દિવસમાં સોનાના ભાવમાં હજી ઘટાડાની શક્યતા છે.

ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ અસોસિયેશનના(Indian Bullion Jewelers Association) નેશનલ સ્પોક પર્સન(National Spokesperson) કુમાર જૈનના(Kumar Jain) જણાવ્યા મુજબ અમેરિકી ફેડરલ રિઝર્વે(US Federal Reserve) બુધવારે વ્યાજદરોમાં 75 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે. તેને કારણે ત્યાંની ઈકોનોમી(Economy) હજી વીક થવાની છે. તેમાં પાછું ડોરલના ભાવ પણ ઊંચા છે. તેથી તેની અસર સોનાના ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે. શેરબજારની અસ્થિરતા વચ્ચે લોકો સોનામાં રોકાણ તરફ વળી રહ્યા છે. આગામી દિવસમાં સોનાના ભાવ હજી ઉતરશે અને તેની ખરીદી હજી વધશે  એવું અનુમાન છે.
 

Petrol Price Hiked By Rs 5 And Diesel By Rs 3 પેટ્રોલના ભાવમાં ₹5 અને ડીઝલમાં ₹3નો તોતિંગ વધારો નાયરા એનર્જીએ જાહેર કર્યા નવા રેટ્સ
India Forex Reserves Decline ડોલર સામે રૂપિયાને બચાવવાનો ખર્ચ? ભારતના ફોરેક્સ રિઝર્વમાં થયો મોટો ઘટાડો, આંકડો જોઈને ચોંકી જશો..
Reliance Investment In Andhra Pradesh આંધ્રપ્રદેશમાં રિલાયન્સનું ₹1 લાખ કરોડનું મેગા રોકાણ અનંત અંબાણીએ કરી જાહેરાત, બાયોગેસ પ્લાન્ટથી 3 લાખ રોજગારી સર્જાશે
RBI MPC Meeting શું વધશે તમારી લોનની EMI? આ તારીખે આવશે RBI MPC બેઠકનો મોટો નિર્ણય..
Exit mobile version