News Continuous Bureau | Mumbai
Gold Price ભારતમાં સોનાના ભાવ અત્યારે રેકોર્ડબ્રેક સપાટી પર છે. શુક્રવાર, ૨૬ ડિસેમ્બરના રોજ સોનાના ભાવમાં ધરખમ વધારો થતા ચેન્નાઈમાં તે ₹૧,૪૦,૬૨૦ પ્રતિ ૧૦ ગ્રામના સ્તરે પહોંચ્યું હતું. આટલી મોંઘવારીમાં ૨૨ કેરેટ શુદ્ધ સોનાના દાગીના બનાવડાવવા બજેટની બહાર જઈ રહ્યા છે. જેના ઉકેલ રૂપે હવે લોકો ૧૪ અને ૧૮ કેરેટના સોના તરફ વળ્યા છે, જે અત્યાર સુધી માત્ર ડાયમંડ જ્વેલરી માટે જ વપરાતું હતું.
૨૨ કેરેટની માંગમાં મોટો ઘટાડો
અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના રિપોર્ટ મુજબ, બે વર્ષ પહેલા સુધી લગ્નના દાગીનામાં ૨૨ કેરેટ સોનાનો હિસ્સો ૭૫% રહેતો હતો, જે હવે ઘટીને માત્ર ૫૦% રહી ગયો છે. લોકો હવે ઓછી શુદ્ધતા ધરાવતું પણ સસ્તું સોનું પસંદ કરી રહ્યા છે જેથી લગ્નનો રિવાજ પણ જળવાય અને ખિસ્સા પર વધુ ભાર ન પડે.
૧૪ અને ૧૮ કેરેટ જ કેમ?
મજબૂતી: ૧૪ અને ૧૮ કેરેટ સોનું ૨૨ કેરેટ કરતા વધુ મજબૂત હોય છે, તેથી તે જલદી વળતું કે તૂટતું નથી.
કિંમતમાં રાહત: શુદ્ધતા ઓછી હોવાથી તેની કિંમત ૨૨ કેરેટ કરતા ઘણી ઓછી હોય છે, જે મધ્યમ વર્ગને પરવડે છે.
ડિઝાઇન: આ કેરેટમાં નાજુક અને આધુનિક ડિઝાઇન વધુ સારી રીતે બની શકે છે.
આ સમાચાર પણ વાંચો : Vasai Virar Municipal Election: વસઈ-વિરારમાં ખેલાશે જંગ-એ-મેદાન: મનસે અને બહુજન વિકાસ આઘાડી વચ્ચે હાથમિલાવ્યા, જ્યારે ઉદ્ધવ સેનાએ લીધો ‘એકલા ચલો રે’નો નિર્ણય.
૨૦૨૬માં શું ભાવ ઘટશે?
કોટક મહિન્દ્રા AMC ના ના જણાવ્યા અનુસાર, ૨૦૨૫ માં જોવા મળેલી રેકોર્ડ તેજી કદાચ ૨૦૨૬ માં ફરી જોવા નહીં મળે. જોકે, સેન્ટ્રલ બેંકોની સોનાની ખરીદી અને ઇલેક્ટ્રિક વાહનોમાં ચાંદીની વધતી જતી માંગને કારણે આ કિંમતી ધાતુઓનું ભાવિ તેજસ્વી છે. રોકાણકારોને સલાહ આપવામાં આવી છે કે તેઓ મર્યાદિત પ્રમાણમાં રોકાણ ચાલુ રાખે.