બજેટમાં સોનાની આયાત ડ્યૂટી માં ઘટાડો કરવામાં આવતાં તેની અસર સોના અને ચાંદીના ભાવ પર જોવા મળી છે
મલ્ટી કોમોડિટી એક્સચેંજ (MCX) પર, સોનાનો વાયદો 10 ગ્રામ દીઠ 0.6% ઘટીને રૂ. 48,438, જ્યારે ચાંદીનો વાયદો 2 ટકાથી નીચે ઘટીને 72,009 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે.
કોમોડિટીના નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, આયાત ડ્યુટીમાં ઘટાડાને લગતી બજેટની જાહેરાતમાં 12.5 ટકાથી ઘટાડીને 7.5 ટકા થવાથી સોનાની કિંમત ઘટવા લાગી છે.
