ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
13 ઓગસ્ટ 2020
સોના ચાંદીના ભાવ સતત ગગડી રહ્યા છે. આજે બજાર ખુલતાંની સાથે જ ભાવોમાં મસમોટું ગાબડું જોવા મળ્યું.. 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 52000 રૂપિયાની આસપાસ તો 22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 51000 હજારની આસપાસ જોવા મળ્યું. આમ કહી શકાય કે જેમ જેમ કોરોનાની રસી શોધાવા ના દિવસો નજીક આવી રહયાં છે. તેમ તેમ સોનાં ચાંદીની તેજીનો ફુગ્ગો ફૂટી રહ્યો છે.
મુંબઇ બજારમાં નબળા વૈશ્વિક વલણ અને સ્થાનીક માંગ ઘટવાનાં કારણે સર્રાફા બજારમાં સતત ચોથા દિવસે ઘટાડાનું વલણ રહ્યું. એમસીએક્સ પર સોનાનો વાયદો 0.14 ટકા અથવા રૂ. 74 ઘટીને 10 ગ્રામ દીઠ 52,180 રૂપિયા પર હતો. ચાંદીનો વાયદો 0.44 ટકા અથવા 293 રૂપિયા વધીને 67,046 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઔન્સ ના $1200 ની આસપાસ બોલાઈ રહયાં છે…
વેપારીઓએ કહ્યું કે, ડોલરમાં મજબુતીના વલણ વચ્ચે નબળા વૈશ્વિક વલણથી સોનામાં ઘટાડો થયો હતો. સાથે રશિયાએ કોરોનાની રસી શોધી હોવાનો દાવો કરતાં બજારમાં લોકો થોડી રાહત અનુભવી રહયાં છે. સાથે જ પેટ્રોલિયમ પદાર્થોના ભાવો વિશ્વ બજારમાં ખૂબ ઘટી ગયા છે.
સોનાના ભાવ ઘટવા માટેનું સૌથી મોટું કારણ છે કે અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ વોરમાં અત્યારે શાંતિ મંત્રણા કેન્દ્ર સ્થાને છે. બજારમાં સોનાના ભાવને ટેકો આપે, ઘટેલા ભાવે થોડી ખરીદી નીકળે એ માટે હળવા વ્યાજ દરની નીતિ બેન્કો દ્વારા અપનાવાય રહી છે. વર્તમાન ભાવમાં નીચા વ્યાજ દરની ટ્રેડર્સે પોઝીશન ઉભી કરી લીધી છે એટલે એ ઘટનાની અત્યારે કોઈ અસર જોવા મળી રહી નથી…બીજી બાજુ ઓગસ્ટ મહિનામાં વાર તહેવારોની ભરમાર હોય છે. પરંતુ, આ વર્ષે રક્ષાબંધન ની આસપાસ સોનુ મહત્તમ ઉંચાઇએ હોવાથી પણ લોકોએ સોનું ખરીદવા થી દૂર રહ્યા હતા..જેની પણ મોટી અસર ભાવ ઘટાડા પર જોઈ શકાય છે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com