News Continuous Bureau | Mumbai
Gold Rate Today: ઈઝરાયેલ-ઈરાન-અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધના કારણે વિશ્વભરના બજારોમાં ભારે હલચલ જોવા મળી રહી છે. આ વૈશ્વિક અસ્થિરતાની સીધી અસર સોનાના ભાવ (Gold Rate) પર પડી છે. આ અઠવાડિયે સોનાના ભાવમાં તેના લઘુત્તમ સ્તરથી ₹17,500 સુધીનો વધારો નોંધાયો છે, જેના કારણે રોકાણકારોમાં ફરીથી સોના પ્રત્યે આકર્ષણ વધ્યું છે. ભારતમાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર શુક્રવારે સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,47,270 ના સ્તરે પહોંચી ગયો હતો. જે આ જ અઠવાડિયાના લઘુત્તમ સ્તર ₹1,29,595 ની સરખામણીમાં ₹17,500 વધુ છે. જોકે, આંતરરાષ્ટ્રીય બજારમાં (COMEX) સોનાના ભાવમાં આ અઠવાડિયે 1.85% નો ઘટાડો જોવા મળ્યો છે અને તે 4500 ડોલર પ્રતિ આઉન્સની આસપાસ બંધ રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો: No Lockdown in India:અમિત શાહનો મોટો ખુલાસો! લોકડાઉન અંગે સરકારની મંશા સાફ કરી, પેટ્રોલ પંપ પરની ભીડ વચ્ચે ઈંધણના સ્ટોક પર આપ્યું મોટું નિવેદન.
શા માટે વધ્યા સોનાના ભાવ?
1. ક્રૂડ ઓઈલની અસર: બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવ 120 ડોલર પ્રતિ બેરલથી ઘટીને 93 ડોલરની આસપાસ આવ્યા છે, જેનાથી મોંઘવારીના મોરચે થોડી રાહ મળી છે. આ રિકવરીને કારણે સોનાના ભાવમાં નીચલા સ્તરેથી ઉછાળો જોવા મળ્યો છે.
2. અમેરિકી ટ્રેઝરી યીલ્ડ: યુએસ ટ્રેઝરી યીલ્ડમાં થયેલા વધારાને કારણે લોકોનું વલણ સોના તરફ થોડું ઘટ્યું હતું, પરંતુ યુદ્ધના ભયને કારણે સુરક્ષિત રોકાણ તરીકે સોનાની માંગ ફરી વધી છે.
શું સોનું ખરીદવાનો આ સાચો સમય છે?
નિષ્ણાતોનું માનવું છે કે વર્તમાન ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિઓમાં સોનાના ભાવમાં ઝડપી ફેરફારો જોવા મળી શકે છે. જો સોનાનો ભાવ 4600 ડોલર ની ઉપર ટકી રહેશે, તો તે 4680 થી 4750 ડોલર સુધી જઈ શકે છે.જો ભાવમાં ઘટાડો થાય અને તે 4300 ડોલર ની નીચે આવે, તો તે 4100 ડોલરના ઝોનમાં પહોંચી શકે છે.નિષ્ણાતો ના મતે અત્યારે બજારમાં મેક્રો અને ક્રોસ એસેટ પ્રેશર છે. રોકાણકારોએ અત્યારે સાવચેતી રાખવી જોઈએ. જો તમે લાંબા ગાળા માટે રોકાણ કરવા માંગતા હોવ, તો દરેક મોટા ઘટાડા પર ખરીદી કરવી એ એક સારી રણનીતિ સાબિત થઈ શકે છે. પરંતુ ટૂંકા ગાળાના રોકાણકારોએ બજારની અસ્થિરતાને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લેવો જોઈએ.