News Continuous Bureau | Mumbai
આવતીકાલે દેશમાં દશેરાનો તહેવાર ઉજવાશે અને આજે નવરાત્રીના નવમા દિવસે સોના-ચાંદીની કિંમતમાં વૈશ્વિક બજારમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. હાજર સોનાના ભાવમાં 2 ટકાનો જ્યારે હાજર ચાંદીના ભાવમાં 8 ટકાનો ઉછાળો આવ્યો છે. દશેરા-દિવાળીના તહેવારો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ સોના ચાંદીની ચમક વધી રહી છે. આજે સોનાના ભાવ 51 હજાર ઉપર પહોંચી ગયા છે. તો બીજી તરફ ચાંદીના ભાવમાં પણ 61 હજારથી ઉપર પહોંચી ગયા છે.
આજે સવારના 10.30 વાગ્યે MCX એટલે કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું 0.05 ટકા ઊછળીને 51,187 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 0.63 ટકા વધીને 61,297 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. બે દિવસના ઉછાળાથી સોનું ફરી ચળકળાટ મારી રહ્યું છે. મહત્વનું છે કે ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 57,191 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 51,187 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 6004 રૂપિયા સસ્તું મળી રહ્યું છે. આથી જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો અત્યારે પણ તમારા માટે સારો મોકો છે.
આ સમાચાર પણ વાંચો : આ સ્ટોક 56 ટકા ઘટ્યો- ભાવ અત્યાર સુધીના નીચલા સ્તરે પહોંચ્યો- કંપનીના CEOએ રોકાણકારોને કરી અપીલ અને સમય માંગ્યો
જાણો શહેર મુજબ સોનાના ભાવ
શહેર 22 કેરેટ 24 કેરેટ
મુંબઈ ₹47,350 ₹51,660
પુણે ₹47,380 ₹51,690
દિલ્હી ₹47,500 ₹51,820
ચેન્નઈ ₹47,750 ₹52,100
કોલકાતા ₹47,350 ₹51,660
બેંગલુરુ ₹47,400 ₹51,710
હૈદરાબાદ ₹47,350 ₹51,660
કેરળ ₹47,350 ₹51,660