નવરાત્રી પર વધી સોના ચાંદીની ચમક- ખરીદીનો પ્લાન હોય તો વાંચો આ સમાચાર- સાથે જ જાણી લો લેટેસ્ટ રેટ

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

આવતીકાલે દેશમાં દશેરાનો તહેવાર ઉજવાશે અને આજે નવરાત્રીના નવમા દિવસે સોના-ચાંદીની કિંમતમાં વૈશ્વિક બજારમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. હાજર સોનાના ભાવમાં 2 ટકાનો જ્યારે હાજર ચાંદીના ભાવમાં 8 ટકાનો ઉછાળો આવ્યો છે. દશેરા-દિવાળીના તહેવારો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ સોના ચાંદીની ચમક વધી રહી છે. આજે સોનાના ભાવ 51 હજાર ઉપર પહોંચી ગયા છે. તો બીજી તરફ ચાંદીના ભાવમાં પણ 61 હજારથી ઉપર પહોંચી ગયા છે. 

આજે સવારના 10.30 વાગ્યે MCX એટલે કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું 0.05 ટકા ઊછળીને 51,187 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 0.63 ટકા વધીને 61,297 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. બે દિવસના ઉછાળાથી સોનું ફરી ચળકળાટ મારી રહ્યું છે. મહત્વનું છે કે ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 57,191 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 51,187 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 6004 રૂપિયા સસ્તું મળી રહ્યું છે. આથી જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો અત્યારે પણ તમારા માટે સારો મોકો છે.

આ સમાચાર પણ વાંચો : આ સ્ટોક 56 ટકા ઘટ્યો- ભાવ અત્યાર સુધીના નીચલા સ્તરે પહોંચ્યો- કંપનીના CEOએ રોકાણકારોને કરી અપીલ અને સમય માંગ્યો

જાણો શહેર મુજબ સોનાના ભાવ 

શહેર             22 કેરેટ            24 કેરેટ

મુંબઈ           ₹47,350           ₹51,660

પુણે              ₹47,380          ₹51,690

દિલ્હી           ₹47,500          ₹51,820

ચેન્નઈ            ₹47,750          ₹52,100

કોલકાતા       ₹47,350         ₹51,660

બેંગલુરુ        ₹47,400          ₹51,710

હૈદરાબાદ     ₹47,350          ₹51,660

કેરળ            ₹47,350          ₹51,660

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More