Site icon

ગોલ્ડ ખરીદવાની સોનેરી તક- 50 હજાર નજીક છે કિંમત- ચાંદીમાં ઘટાડો

News Continuous Bureau | Mumbai

નબળા વૈશ્વિક સંકેતોને(Global signals) કારણે આજે ભારતીય વાયદા બજારમાં(Indian futures market) સોના અને ચાંદીના ભાવમાં(gold and silver prices) ઘટાડો નોંધાયો હતો. ભારતીય વાયદા બજારમાં અને આંતરરાષ્ટ્રીય બજારમાં(international market) ચાંદીનો ભાવ 1 ટકાથી વધુ તૂટ્યો છે. ભારતીય બજારમાં આજે 3 નવેમ્બર ગુરુવારે સોનાના ભાવમાં મોટું ગાબડું પડ્યું છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange) (MCX) પર આજે ગોલ્ડ રેટ ગુરુવારે શરૂઆતના વેપારમાં 0.57 ટકા તૂટ્યો છે. તે જ સમયે MCX પર આજે ચાંદીના ભાવમાં 1.22 ટકાનો ઘટાડો થયો છે.

Join Our WhatsApp Community

ગુરુવારે વાયદા બજારમાં સવારે 9:05 વાગ્યે 24 કેરેટ શુદ્ધતા સોનાની કિંમત 286 રૂપિયા ઘટીને 50,320 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. સોનાનો ભાવ આજે 50,500 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ખુલ્યો હતો. એકવાર ખોલ્યા પછી, તે 50,280 રૂપિયા થઈ ગયો. પરંતુ થોડા સમય પછી તે રિકવર થઈ ગયો અને 50,320 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો. ગઈકાલે સોનાના વાયદાના ભાવ 0.26 ટકાના વધારા સાથે બંધ થયા હતા. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં આજે ચાંદીમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીનો ભાવ આજે 716 રૂપિયા ઘટીને 58,074 રૂપિયા થયો છે. ચાંદીનો ભાવ 58,441 રૂપિયા પર ખૂલ્યો હતો. એકવાર કિંમત 57,853 રૂપિયા થઈ ગઈ. પરંતુ પાછળથી કિંમતમાં થોડો સુધારો થયો અને રેટ 58,074 રૂપિયા થયો.

આ સમાચાર પણ વાંચો : મુંબઈવાસીઓ ધ્યાન આપો. સવાર સવારમાં વાકોલાના આ બ્રિજ પર અકસ્માત સર્જાતા ટ્રાફિક વ્યવહાર પડ્યો ધીમો..

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીની ચમક પડી ફિક્કી

આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોના અને ચાંદીના ભાવ દબાણ હેઠળ છે. સોનાનો હાજર ભાવ આજે 0.62 ટકા ઘટીને 1,636.68 ડોલર પ્રતિ ઔંસ થયો હતો. તે જ સમયે આજે આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે અને ચાંદીની હાજર કિંમત આજે 1.61 ટકા ઘટીને 19.32 ડોલર પ્રતિ ઔંસ થઈ ગઈ છે.

બુધવારે વધ્યો હતો સોનાનો હાજર ભાવ

બુધવારે નવી દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 51 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધી હતી. તે જ સમયે ચાંદીની કિંમત 502 રૂપિયા પ્રતિ કિલો તૂટી ગઈ હતી. સોનાની કિંમત 51 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધીને 50,964 રૂપિયા થઈ ગઈ હતી. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં આ પીળી ધાતુ 50,913 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થઈ હતી. 2 નવેમ્બરે ચાંદી 502 રૂપિયા ઘટીને 59,265 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.

આ સમાચાર પણ વાંચો : ખૂબ જ કામનું / દૂધમાં મિક્સ કરી ખાવો ફક્ત આ એક વસ્તુ, રોકેટની રફ્તારથી ઘટશે ફેટ

Gold Price: તહેવારોની સિઝન પહેલાં સોનામાં આવ્યો ઉછાળો, ચાંદી પણ થઇ મોંઘી,જાણો 9 સપ્ટેમ્બર 2025 ના તાજા ભાવ
FIIs: દ્વારા બે મહિનામાં ભારતીય બજારમાંથી કરાયો અધધ આટલા કરોડ રૂપિયાનો ઉપાડ, જાણો શું છે કારણ?
EPFO 3.0: EPFO 3.0 શું છે અને ક્યારે લોન્ચ થશે? તેના લીધે થશે આટલા કરોડ કર્મચારીઓને ફાયદો
GST 2.0: સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર 40% ટેક્સ છતાં પણ દારૂ થયો તેમાંથી બાકાત,જાણો શું છે તેની પાછળ નું કારણ
Exit mobile version