ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
06 ઓગસ્ટ 2020
કોરોનાની મહામારી વ્યાપ્યા બાદ આખા વિશ્વમાં આર્થિક મંદી પ્રસરી છે. આવી મંદીમાંથી અમેરિકાને ઉગારવા માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પે US નું સ્ટિમ્યુલસ પેકેજની જાહેરાત કરી છે. જેને કારણે ડોલર તૂટતા ચાંદી વિક્રમી 7,500 ઉછળી 72 હજાર, અને સોનું 57 હજારની ટોચે પહોંચ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી 27 ડોલર અને સોનું 2050 ડોલર ક્રોસ કરી ગયું છે.
વૈશ્વિક બજારમાં ચાંદીના ભાવમાં સોના કરતા તેજી વધારે તીવ્ર છે. બે દિવસમાં જ ચાંદીના ભાવ ૧૦ ટકા જેટલા વધી ગયા છે. ચાંદી 2011ની 48.30 ડોલર પ્રતિ ઔંસની ઐતિહાસિક ઉંચી સપાટી કરતા ઘણી દુર છે પણ ગોલ્ડ સિલ્વર રેશિયો (એટલે કે સોના સામે ચાંદી કેટલી ખરીદી શકાય)એનું પ્રમાણ નક્કી કરતું માપદંડ હજુ ચાંદીમાં તેજી દર્શાવે છે. આજે સોનાના ઐતિહાસિક ઊંચા ભાવે ચાંદીની ખરીદી સસ્તી છે અને એટલે જ ચાંદીના ભાવ વધી રહ્યા છે.
જ પ્રમાણે સ્ટાન્ડર્ડ સોના (999) માં પણ આજે જબરદસ્ત ઉછાળો આવ્યો હતો અને ભાવ ગઇકાલના બંધ રૂ.55700 ની સામે આજે રૂ.57000 ની સપાટી કુદાવી દિવસના અંતે રૂ.57100 ની ઓલ ટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યો હતો. એ જ પ્રમાણે સોનું તેજાબીના ભાવમાં પણ ગઇકાલના બંધ રૂ. 55500 ની સામે આજે રૂ. 1400 ના ઉછાળા સાથે આજે રૂ. 56900 ની નવી ઓલ ટાઇમ હાઇ સપાટી જોવા મળી હતી. અમદાવાદમાં હોલમાર્ક સોનાના ભાવમાં પણ રૂ. 1375 નો ઉછાળો આવ્યો હતો અને ગઇકાલના બંધ રૂ. 54585 ની સામે આજે રૂ. 55960 ની નવી ઊંચી સપાટીએ ભાવ પહોંચ્યો હતો.
ભારતમાં ચાંદીનો ભાવ ઈતિહાસની સૌથી ઉંચી સપાટી તરફ આગળ વધી રહ્યો છે. એપ્રિલ ૨૦૧૧માં ભારતમાં હાજરમાં ચાંદીના ભાવ રૂ.75,020ની સૌથી ઉંચી સપાટીએ હતા. એ પછી ભાવમાં આવેલા કડાકા બાદ આજે ફરી તેમાં વિક્રમી ભાવ જોવા મળી રહ્યા છે. આજે અમદાવાદ ખાતે રૂ.6890 વધી રૂ.73,375 પ્રતિ કિલોની સપાટીએ બંધ આવ્યા હતા…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
 
			         
			         
                                                        