Site icon

Gold Silver Rate Today: દેશમાં ત્રણ દિવસમાં ચાંદીમાં આવ્યો રુ. 6000 નો આવ્યો ઉછાળો, સોનામાં થયો વધારો.. જાણો શું છે હાલ નવો ભાવ…

Gold Silver Rate Today: આ અઠવાડિયે સોના અને ચાંદી ફરી વધારો જોવા મળ્યો હતો. બંને કીમતી ધાતુઓના ભાવમાં ફરી તીવ્ર વધારો જોવા મળ્યો હતો. ચાંદી છ હજારનો વધારો થયો હતો. તો સોનામાં પણ મોટો વધારો થયો હતો. જાણો શું છે હાલ નવા ભાવો?

Gold Silver Rate Today In three days silver in the country came to Rs. 6000 has surged, gold has increased..

Gold Silver Rate Today In three days silver in the country came to Rs. 6000 has surged, gold has increased..

 News Continuous Bureau | Mumbai 

Gold Silver Rate Today: સોનું અને ચાંદી આ સપ્તાહની શરૂઆતમાં ગયા સપ્તાહના નીચા સ્તરેથી સુધર્યો હતો. પ્રથમ ત્રણ દિવસમાં ચાંદીએ જોરદાર છલાંગ લગાવી હતી. તો સોનામાં પણ વધારો થયો હતો. આ ત્રણ દિવસમાં ચાંદીમાં ( Silver Price ) 6000 રૂપિયાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. તો સોનામાં પણ ત્રણ દિવસમાં વધારો થયો હતો. હવે ચાંદી પ્રતિ કિલો એક લાખ વટાવી જાય તેવી પ્રબળ શક્યતા છે. આ ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે સોનું 75,000 હજારના આંકને વટાવીને તેની નવી ઊંચાઈએ પહોંચવાની આગાહી કરી રહ્યા છે.

Join Our WhatsApp Community

ગયા સપ્તાહે સોનામાં ( Gold Price ) રૂ.2700નો ઘટાડો થયો હતો. આ અઠવાડિયે આ ગેપ ભરવા માટે સોનાનામાં ફરી વધારો જોવા મળ્યો હતો. 27 મેના રોજ સોનું રૂ.270 વધ્યું હતું. તો 28 મેના રોજ 220 આમાં ઉમેરવામાં આવ્યા હતા. 29 મેના રોજ ભાવમાં રૂ.270નો વધારો થયો હતો. GoodReturns અનુસાર, હાલ 22 કેરેટ સોનાની કિંમત ( Gold Rate Today ) હવે 67,250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 73,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

 Gold Silver Rate Today: હાલ એક કિલો ચાંદીની કિંમત 97,700 રૂપિયા થઈ ગઈ છે…

ગત સપ્તાહે ચાંદી 6 હજાર સસ્તી થઈ હતી. જો કે, 27 મેના રોજ ચાંદીમાં 1500 રૂપિયાનો વધારો થયો હતો. તો 28 મેના રોજ ચાંદી 3500 રૂપિયાને પાર કરી ગઈ હતી. 29 મેના રોજ 1200 રૂપિયાનો વધારો થયો હતો. GoodReturns અનુસાર, હાલ એક કિલો ચાંદીની કિંમત 97,700 રૂપિયા થઈ ગઈ છે.

આ સમાચાર પણ વાંચો: CAA: નાગરિકતા (સુધારા) નિયમો, 2024 હેઠળ નાગરિકતા પ્રમાણપત્રો આપવાની પ્રક્રિયા પશ્ચિમ બંગાળમાં શરૂ

ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન ( IBJA )ના જણાવ્યા અનુસાર સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે. 24 કેરેટ સોનું હવે 72,413 રૂપિયા, 23 કેરેટ 72,123 રૂપિયા, 22 કેરેટ સોનું રૂપિયા 66,330 હતું. 18 કેરેટ વધીને રૂ. 54,310, 14 કેરેટ વધીને રૂ. 42,362 પ્રતિ 10 ગ્રામ. એક કિલો ચાંદીનો ભાવ વધીને રૂ.94,118 થયો હતો. વાયદા બજાર અને આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદી પર કોઈ ટેક્સ, ડ્યુટી નથી. જ્યારે બુલિયન માર્કેટમાં ( bullion market ) ડ્યુટી અને ટેક્સના સમાવેશને કારણે ભાવમાં તફાવત જોવા મળે છે.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

 

FIIs: દ્વારા બે મહિનામાં ભારતીય બજારમાંથી કરાયો અધધ આટલા કરોડ રૂપિયાનો ઉપાડ, જાણો શું છે કારણ?
EPFO 3.0: EPFO 3.0 શું છે અને ક્યારે લોન્ચ થશે? તેના લીધે થશે આટલા કરોડ કર્મચારીઓને ફાયદો
GST 2.0: સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર 40% ટેક્સ છતાં પણ દારૂ થયો તેમાંથી બાકાત,જાણો શું છે તેની પાછળ નું કારણ
Gold Price: જીએસટી સુધારાની જાહેરાત બાદ સોનાના ભાવમાં થયો આટલો ઘટાડો, જાણો રોકાણકારો માટે શું છે નિષ્ણાતોની સલાહ
Exit mobile version