News Continuous Bureau | Mumbai
Gold Silver Rate Today: જુલાઈની શરૂઆતમાં ચાંદી સાથે સોનાએ ( Gold Silver ) મજબૂત શરૂઆત કરી હતી. શરૂઆતમાં આ બંનેમાં શાનદાર ઉછાળો જોવા મળ્યો હતો. જો કે, જુનમાં આ બંને કીંમતી ધાતુઓમાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ જુલાઈમાં આમાં ફરીથી ઉછાળો આવ્યો હતો. તો આ સપ્તાહે પણ ચાંદીમાં તેજી યથાવત છે. ગત સપ્તાહે ચાંદી રૂ.૫ાંચ હજાર વધારો થયો હતો. તો બીજી તરફ સોનામાં પણ 1500 રૂપિયાનો વધારો થયો હતો. આ સપ્તાહે સોનામાં થોડી નરમાઈ આવી હતી. તો ચાંદીમાં વધારો થયો હતો. જાણો શું છે હવે નવા ભાવ..
ગત સપ્તાહે સોનામાં ( Gold Price ) 1500 રૂપિયાની તેજી આવી હતી. સોનામાં વોલેટાલિટીનું સેશન જોવા મળ્યું હતું. આ સપ્તાહની શરૂઆત થોડી નરમાઈ સાથે થઈ હતી. વિશ્વના અનેક દેશોની સેન્ટ્રલ બેન્કોએ ઉનાળામાં સોનાની ખરીદી શરૂ કરતાં સોનાના ભાવમાં વધારો થયો હતો. હવે જ્યારે તમામ સેન્ટ્રલ બેન્કોએ ઇનફ્લોમાં કાપ મૂક્યો છે, ત્યારે સોનામાં નરમાઇ આવી છે. આ સપ્તાહની શરૂઆતમાં 8 જુલાઈએ સોનામાં 220 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. તો બીજી તરફ સોનામાં સવારના સેશનમાં આમાં વધારાના સંકેત આપ્યા હતા. તેથી બપોર બાદ હવે ફરી ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે. ગુડરેટર્ન્સના જણાવ્યા અનુસાર હાલ 22 કેરેટ સોનાની કિંમત હવે 67,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે અને 24 કેરેટ સોનાની કિંમત 73,730 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
Gold Silver Rate Today: આ સપ્તાહની શરૂઆતમાં પણ ચાંદીમાં ઉછાળો ચાલુ રહ્યો હતો….
જૂન મહિનામાં ચાંદીની ( Silver Price ) ચમક ફીકી પડી ગઈ હતી. પરંતુ જુલાઈના પ્રથમ સપ્તાહમાં ચાંદીમાં 5000 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો. આ સપ્તાહની શરૂઆતમાં પણ ચાંદીમાં ઉછાળો ચાલુ રહ્યો હતો. 8 જુલાઈ, સોમવારે ચાંદીમાં 200 રૂપિયાનો વધારો થયો હતો. ગુડરેટર્ન્સના મતે એક કિલો ચાંદીનો ભાવ હવે 95,000 રૂપિયા પર પહોંચી ગયો હતો. જો કે, આજે સવારના સત્રમાં આમાં ઘટાડો થવાના સંકેત મળી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : New Law: નવા કાયદા થયા વધુ કડક, હવે પોલીસ આ કેદીઓને પણ લગાવી શકશે હાથકડી.. જાણો વિગતે
ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન ( IBJA )ના જણાવ્યા પ્રમાણે સોના અને ચાંદી હાલ ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા છે. તેથી 24 કેરેટ સોનાનો ભાવ હવે 72,746 રૂપિયા, 23 કેરેટ સોનાનો ભાવ 72,455 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 66,635 રૂપિયા થયો હતો. 18 કેરેટ સોનાનો ભાવ 54,560 રૂપિયા અને 14 કેરેટ સોનાનો ભાવ 42,556 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. એક કિલો ચાંદીનો ભાવ 92,500 રૂપિયા હતો. વાયદા બજારમાં અને આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદી પર કોઇ ટેક્સ કે ડ્યૂટી નથી. બુલિયન માર્કેટમાં ( bullion market ) ફી અને ટેક્સનો સમાવેશ થતો હોવાથી ભાવમાં તફાવત જોવા મળે છે.
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)