News Continuous Bureau | Mumbai
Gold rate : record ભારતમાં પ્રથમ ત્રણ મહિના દરમિયાન સોનાની ( Gold ) માંગમાં આઠ ટકાનો વધારો થયો છે. પ્રાપ્ત આંકડા મુજબ પહેલા ક્વાર્ટરમાં ( first quarter ) 75 હજાર કરોડ રૂપિયાનું બિઝનેસ થયો છે. આ બિઝનેસ આશરે 20% જેટલો વધારે છે. તેમજ ફૂલ વપરાશમાંથી 95% જેટલો સોનાનો વપરાશ જ્વેલરી બનાવવા માટે થયો.
આ ઉપરાંત અન્ય આંકડા પણ ઉત્સાહ જનક છે.
આ સમાચાર પણ વાંચો : Paytm president: Resignation Paytm ને વધુ એક ઝટકો પ્રેસિડેન્ટે આપ્યું રાજીનામું.
Gold rate : record સોનાની કઈ વસ્તુઓ સૌથી વધુ વેચાઇ?
જે માહિતી સામે આવી છે તે મુજબ સોનાની લગડી અને સિક્કાઓના વેચાણમાં 20% જેટલો વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર સોનાની કિંમત વધી પરંતુ તેનો અસર સ્થાનિક બજાર ઉપર માત્ર બે ટકા જેટલો જ પડ્યો છે. આમ ભારતીય ગોલ્ડ માર્કેટમાં ( Indian Gold Market ) પરિસ્થિતિ કાબૂમાં છે. આ ઉપરાંત રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ( RBI ) લગભગ 19 ટન જેટલા સોનાની ખરીદી કરી છે. આ ખરીદી ગત વર્ષ કરતાં ત્રણ ટન વધુ છે.
આમ ગોલ્ડ માર્કેટમાં અત્યારે ચાંદી-ચાંદી છે…