Site icon

Silver Outshines Gold: ચાંદીનો (Silver) તેજ તબક્કો: ભાવ પહોચ્યો 1 લાખને પાર, જાણો કેમ વધી રહી છે કિંમત

Silver Outshines Gold: ડોલરની નબળાઈ, ઉદ્યોગોની માંગ અને ભૂ-રાજનીતિક તણાવ વચ્ચે ચાંદીના ભાવમાં થયો ઐતિહાસિક ઉછાળો

Silver Outshines Gold Price Crosses Rs 1 Lakh Mark, Here's Why

Silver Outshines Gold Price Crosses Rs 1 Lakh Mark, Here's Why

 News Continuous Bureau | Mumbai

 Silver Outshines Gold: દિલ્હી સરાફા બજારમાં ચાંદીના ભાવમાં ફરી એકવાર તેજી જોવા મળી છે. સોમવારે ચાંદીના ભાવમાં 1,000 રૂપિયાનો વધારો થયો અને તે 1,08,100 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ઐતિહાસિક સ્તરે પહોંચી ગઈ. આ પહેલા શનિવારે ભાવ 1,07,100 રૂપિયા હતો. આ તેજી પાછળ ઘણા મહત્વના કારણો જવાબદાર છે.

Join Our WhatsApp Community

 Silver Outshines Gold: ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો: 13 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

વિશ્વબજારમાં સ્પોટ ચાંદી (Spot Silver) 0.9% વધીને 36.30 ડોલર પ્રતિ ઔંસ થઈ ગઈ છે. મહેતા એકવીટીસના વાઈસ પ્રેસિડેન્ટ રાહુલ કલંત્રીએ જણાવ્યું કે ચાંદીએ 13 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. યુરોપમાં મોંઘવારી ઘટી છે અને ટ્રેડ ડીલ્સના સકારાત્મક સંકેત મળ્યા છે, જેના કારણે ચાંદીના ભાવમાં તેજી આવી છે.

 Silver Outshines Gold:  રોકાણ માટે ચાંદી બની પસંદગી: બજારમાં Bullish ટ્રેન્ડ

વિશ્લેષકો ના જણાવ્યા અનુસાર ચાંદીમાં તેજી પાછળના મુખ્ય કારણોમાં ઉદ્યોગોની માંગ, ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહનો (EVs) અને સોલાર ઉદ્યોગનો સમાવેશ થાય છે. સાથે સાથે ડોલરની નબળાઈ અને ભૂ-રાજનીતિક તણાવ પણ ભાવ વધારવામાં સહાયક બન્યા છે. બજારમાં હાલ Bullish ટ્રેન્ડ છે, પરંતુ રોકાણ કરતા પહેલા સાવચેતી રાખવી જરૂરી છે.

આ સમાચાર પણ વાંચો : Naxalism Crushed: નક્સલવાદ (Naxalism) પર ત્રિસ્તરીય હુમલો, સરકારની રણનીતિએ નક્સલવાદની કમર તોડી નાખી

 Silver Outshines Gold: સોનાના ભાવમાં તેજી થોડી ધીમી: ભાવમાં નોંધપાત્ર ઘટાડો

જ્યારે ચાંદી તેજી પર છે, ત્યારે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. 99.9% શુદ્ધતા ધરાવતું સોનું 280 રૂપિયા ઘટીને 97,780 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડ (Spot Gold) 3,312.84 ડોલર પ્રતિ ઔંસ પર છે. અમેરિકન નોન-ફાર્મ પેરોલ રિપોર્ટ મજબૂત રહ્યો છે, જેના કારણે ફેડની નીતિઓમાં ઢીલની શક્યતા ઘટી છે.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Gold price: દિવાળી પહેલા જ સવા લાખને પાર પહોંચ્યું સોનું,ચાંદી ના ભાવ માં પણ આગ ઝરતી તેજી, હવે આગળ શું?
Gold-Silver Rate:મહિનાના આખરી દિવસે પણ સોના-ચાંદી માં જોવા મળી તેજી, ખરીદતા પહેલા જાણી લો લેટેસ્ટ રેટ
RBI Gold Shopping :RBI ની સોનાની ધૂમ ખરીદી: ૧ અઠવાડિયામાં અધધ આટલા ક્વિન્ટલ સોનું ખરીદ્યું; ડોલર પણ પાછળ રહ્યો
Gold Return : શેરબજાર અને બિટકોઈન નહીં.. સોનું જ ખરું રિટર્ન આપે છે. છેલ્લે ૬ વર્ષમાં આટલા ટકા રિટર્ન મળ્યું છે…
Exit mobile version