News Continuous Bureau | Mumbai
Gold- Silver Price: સોના અને ચાંદી પરની આયાત ડ્યૂટીને ( import duty ) લઈને સરકારે મોટી જાહેરાત કરી છે. નાણા મંત્રાલયે ( Finance Ministry ) સોના, ચાંદી અને કિંમતી ધાતુની વસ્તુઓ પર આયાત ડ્પટી પર વધારવાની જાહેરાત કરી છે. આવા સંજોગોમાં સોના-ચાંદી ( Gold- Silver ) ખરીદનારાઓ માટે મોટા સમાચાર છે. સોના-ચાંદીના ભાવ હવે વધવાના છે. નાણા મંત્રાલયે સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટી (આયાત ડ્યુટી) ( Customs duty ) વધારીને 15% કરી છે. આ સિવાય કિંમતી ધાતુઓથી બનેલા સિક્કાઓ પરની કસ્ટમ ડ્યૂટી પણ વધારી દેવામાં આવી છે.
આયાત ડ્યૂટીમાં વધારાને કારણે ભારતમાં સોનાના ભાવ ( Gold price ) આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક ભાવો કરતા વધારે છે . આયાત ડ્યુટી 12.5 ટકાથી વધારીને હવે 15 ટકા કરવામાં આવી છે. આ કારણે દેશમાં સોના-ચાંદીના ભાવમાં વધારો થશે.સરકારે ઈમ્પોર્ટ ડ્યૂટીમાં વધારા અંગે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ 15% આયાત જકાતમાં 10% મૂળભૂત કસ્ટમ ડ્યુટી અને હવે તેના પર 4.35 ટકા એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેસ ( AIDC ) લાદવામાં આવ્યો છે.
India increases import duty on gold and silver findings, coins of precious metals to 15% https://t.co/IrtxPMUwFM
— Gold & Silver Coins (@dgsecompanies) January 24, 2024
નવા દર 22 જાન્યુઆરી 2024થી લાગુ થઈ ગયા છે.
એક રિપોર્ટ મુજબ, નવા દર 22 જાન્યુઆરી 2024થી લાગુ થઈ ગયા છે. આ સમાચાર વધુ મહત્વના છે કારણ કે ભારતમાં સોનાના ભાવ આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક કિંમતો કરતા વધારે છે મુખ્યત્વે આયાત ડ્યુટીને કારણે. આવી સ્થિતિમાં ઈમ્પોર્ટ ડ્યુટીમાં વધારાની અસર ભાવ પર પડે તે સ્વાભાવિક છે. સરકારે ઈમ્પોર્ટ ડ્યૂટીમાં વધારા અંગે નોટિફિકેશન બહાર પાડ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Mira Road : મીરા રોડ મામલે નિતેશ રાણેએ ઘટનાસ્થળની લીધી મુલાકાત.. પોલીસની કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરતા કહ્યું આ..
જેમાં સરકારે સોના અને ચાંદીના ઉત્પાદનો જેવા કે પિન, હુક્સ (ફાઇન્ડિંગ્સ) અને સિક્કાઓ પર પાંચ ટકા કૃષિ માળખાકીય વિકાસ સેસ લગાવીને આયાત ડ્યૂટી વધારીને 15 ટકા કરી છે. સોના અથવા ચાંદીના ફાઇન્ડિંગ્સ એટલે કે, હુક્સ, ક્લેમ્પ્સ, પિન અથવા સ્ક્રુ બેક જેવા નાના ઉત્પાદનોનો સંદર્ભ આપે છે. તેનો ઉપયોગ ઘરેણાને સંપૂર્ણ અથવા તેના એક ભાગને બીજા ભાગ સાથે જોડવા અથવા એકસાથે રાખવા માટે થાય છે.
રિપોર્ટમાં વધુ જણાવ્યા અનુસાર,, GJEPC સોના અને ચાંદી પરની આયાત જકાત વર્તમાન 15 ટકાથી ઘટાડીને 4 ટકા કરવાની માંગ કરી રહી છે. તે જ સમયે, વચગાળાના બજેટ 2024 માં, કટ અને પોલિશ્ડ હીરા પરની કસ્ટમ ડ્યુટી વર્તમાન 5 ટકાથી ઘટાડીને 2.5 ટકા કરવાની માંગ કરવામાં આવી છે. નોંધનીય છે કે,, કાઉન્સિલ આ ક્ષેત્રને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક રહેવામાં મદદ કરવા ઇચ્છે છે. ભારતનો હીરા અને સોનાનો ઉદ્યોગ સોનું, હીરા, ચાંદી અને રંગીન રત્નો સહિતના કાચા માલની આયાત પર નિર્ભર છે.