News Continuous Bureau | Mumbai
Postal Life Insurance: પ્રવર અધિક્ષક ડાકઘર અમદાવાદ, સીટી ડીવીઝન, આશ્રમ રોડ, અમદાવાદ-09 દ્વારા પોસ્ટલ (ટપાલ) જીવન વીમા એજન્ટની ( Postal Life Insurance Agent ) નિયુક્તિ માટે “વોક ઈન ઈન્ટરવ્યું” ( Walk in interview ) નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત નીચેની શરતો પરિપૂર્ણ કરતા તેમજ રસ ધરાવતા ઈચ્છુક ઉમેદવારો આ ઈન્ટરવ્યુંમાં હાજર રહી શકે છે. આ ઈન્ટરવ્યું પ્રવર અધિક્ષક ડાકઘર અમદાવાદની ( Superintendent Post office of Ahmedabad ) કચેરી, સીટી ડીવીઝન, આકાશવાણીની બાજુમાં, આશ્રમ રોડ, અમદાવાદ-9 ખાતે તારીખ 03/11/2023 (શુક્રવાર) ના રોજ સવારે 11.00 કલાક થી રાખવામાં આવેલ છે.
આથી નીચે જણાવેલ લાયકાત ધરાવતા ઉમેદવારોએ ( Candidates ) અરજી, BIO-DATA સાથે પાસપોર્ટ સાઈઝ ફોટો, ઉંમરનું પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાતનો દાખલો, વીમા ક્ષેત્રે અનુભવનો પુરાવા (જો હોય તો) અસલની સાથે ખરાઈ કરેલી નકલ લાવવાની રહેશે.
યોગ્યતાની શરતો:
લાયકાત : 10 ધોરણ પાસ અથવા તેને સમકક્ષ કેન્દ્ર સરકારરાજ્ય સરકાર માન્ય પરીક્ષા ઉતીર્ણ કરેલ હોવી જોઈએ.
ઉમર : ઓછામાં ઓછી 18 વર્ષ તથા વધુમાં વધુ 50 વર્ષ (વોક ઈન ઈન્ટરવ્યુંના દિવસે)
વર્ગો : બેરોજગાર/સ્વ-રોજગાર ધરાવતા યુવકો/પૂર્વ જીવન વીમા એજન્ટ/કોઈપણ વીમા કંપનીના પૂર્વ એજન્ટ/માજી સૈનિક/આંગણવાડી કાર્યકરો/મહિલા મંડળના કાર્યકરો/ ગ્રામ પ્રધાન/ગ્રામ પંચાયતના સભ્યો.
ઉપર જણાવેલ લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારોએ હાજર રહેવું.
મહેનતાણું : સરકાર શ્રીના નિયમો અનુસાર કામકાજ મુજબ.
આ સમાચાર પણ વાંચો : Festive Season: તહેવારોની સિઝનમાં આવશ્યક ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ સ્થિર રહેશે :સચિવ, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ.
નોંધ : કોઈપણ અન્ય લાઈફ ઈન્સ્યોરન્સમાં કામ કરતા એજન્ટને પી.એલ.આઈ. આર.પી.એલ.આઈ.ની એજન્સી મળવાપાત્ર નથી.