News Continuous Bureau | Mumbai
તાજેતરમાં ખાનગી ક્ષેત્રની ફેડરલ બેંકે ફિનટેક કંપની સ્કેપિયા ટેક્નોલોજી પ્રાઈવેટ લિમિટેડ (Scapia Technology Private Limited) ના સહયોગથી કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે. આ કાર્ડનું નામ ફેડરલ સ્કેપિયા કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ (Federal Scapia Co-branded Credit Card) છે. આ કાર્ડ કોન્ટેક્ટલેસ ટેક્નોલોજીથી સજ્જ છે, જે ગ્રાહકોને ‘ટેપ એન્ડ પે’ ની સુવિધા પણ આપે છે એટલે કે કાર્ડ સ્વાઈપ કર્યા વગર POS મશીન પર માત્ર ટેપ કરીને પેમેન્ટ કરી શકાય છે.
ફેડરલ સ્કેપિયા કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ લાઈફટાઈમ ફ્રી ક્રેડિટ કાર્ડ છે. કાર્ડ માટે કોઈ જોઈનિંગગ અથવા એન્યુઅલ ફી નથી. આ કાર્ડનો ઉપયોગ તમામ મર્ચન્ટ આઉટલેટ્સ અથવા ઓનલાઈન વેબસાઈટ પર થઈ શકે છે જે વિઝા કાર્ડ સ્વીકારે છે.
આ સમાચાર પણ વાંચો: રસ્તા પર કાર રોકીને નમાજ પઢવી એ ગુનો છે, પકડાશે તો થશે દંડ, ઇસ્લામિક દેશનો નવો આદેશ.
કાર્ડના ખાસ ફિચર્સ
>> સ્કેપિયા એપ પરથી આ ક્રેડિટ કાર્ડ દ્વારા ટ્રાવેલ બુકિંગ પર 20 ટકા સ્કેપિયા કોઈન (રિવર્ડ રેટ – 4 ટકા ) ઉપલબ્ધ છે.
>> ફેડરલ સ્કેપિયા કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ દ્વારા અન્ય ઓનલાઇન અને ઓફલાઇન ખર્ચ પર 10 ટકા સ્કેપિયા કોઈન (રિવર્ડ રેટ – 2 ટકા) ઉપલબ્ધ છે.
>> ફેડરલ સ્કેપિયા કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ દ્વારા ઈન્ટરનેશનલ ટ્રાન્જેક્શન પર કોઈ ફોરેક્સ માર્કઅપ ફી નથી.
>> કાર્ડ ધારકને આખા વર્ષ દરમિયાન અનલિમિટેડ કોમ્પ્લિમેન્ટ્રી ડોમેસ્ટિક એરપોર્ટ લાઉન્જ એક્સેસની સુવિધા મળે છે. જો કે, આ સુવિધા મેળવવા માટે એક મહિનામાં ઓછામાં ઓછા 5 હજાર રૂપિયા આ કાર્ડ દ્વારા ખર્ચવા પડશે.
>> 5 સ્કેપીયા કોઈન 1 રૂપિયા બરાબર હોય છે. તમે સેક્પિયા (Scapaia) એપ્લિકેશન પર ફ્લાઇટ્સ અને હોટલ બુક કરવા માટે આને રિડીમ કરી શકો છો.
ઉલ્લેખનીય છે કે, અત્યારે દેશના શહેરોમાં મોટાભાગના લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા થયા છે. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ સારી સમજ સાથે કરીએ તો એ તમારા માટે સારુ છે. પણ તેને યોગ્ય રીતે ઉપયોગ કરવામાં ન આવે તે તમને દેવામાં ફસાવી શકે છે.