ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૭ જુલાઈ ૨૦૨૧
બુધવાર
પેન્શન ફંડ રેગ્યુલેટરી ઍન્ડ ડેવલપમેન્ટ ઑથૉરિટી (PFRDA)એ નૅશનલ પેન્શન સ્કીમ લાઇટ સ્વાવલંબન સ્કીમમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. હવે સબસ્ક્રાઇબર મુદત પહેલાં પણ પૈસા ઉપાડી શકશે, પરંતુ શરત માત્ર એટલી છે કે સબસ્ક્રાઇબરના ખાતામાં ૧ લાખ રૂપિયાથી ઓછી રકમ હોવી જોઈશે. અગાઉ સબસ્ક્રાઇબર મુદત પૂર્ણ થાય એ પહેલાં પૈસા ઉપાડી શકતા ન હતા.
જોકેપેન્શન ઍકાઉન્ટમાં સરકાર દ્વારા જમા કરવામાં આવેલી રકમ કાપી લેવામાં આવશે અને એના પર મળેલી વ્યાજની રકમ પણ કાપી લેવામાં આવશે. ઉપરાંત અટલ પેન્શન યોજનામાં પણ સ્થળાંતર કરી શકશે. ૨ જુલાઈએ જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવાયું છે કે પેન્શન ફંડમાંથી નાણાં ઉપાડવા માટે છ નંબરના સુધારા (એમેન્ડમેન્ટ)માં સૂચવ્યા મુજબ નવા નિયમ લાગુ પાડવામાં આવ્યા છે.
મુંબઈની લોકલ ટ્રેનમાં ચડવું છે? આરોગ્યપ્રધાને કહી દીધી આ મોટી વાત
ઉલ્લેખનીય છે કે અગાઉ નાણાં ઉપાડવાની મુદત ૨૫ વર્ષની હતી, પરંતુ હવે આ નિયમમાં ફેરફાર કરી ૧ લાખથી ઓછી રકમ ધરાવતા ખાતા ધારકોને આમાંથી મુક્તિ અપાઈ છે. ઉદાહરણ તરીકે જો ખાતામાં ૭૦ હજાર રૂપિયા હોય અને એમાંથી ૭ હજાર સરકાર દ્વારા જમા કરાયા હોય તો આ ૭ હજાર અને એનું વ્યાજ કાપી બાકીની રકમ પરત કરવામાં આવશે.