Site icon

જાણો એ કારણ જેનાથી ગૂગલ ભારતમાં ફસાયું, શું ચૂકવશે 2200 કરોડનો દંડ?

CCIએ ગૂગલ પર 2200 કરોડ રૂપિયાથી વધુનો દંડ લગાવ્યો છે. એન્ટિ કમ્પીટિટિવ પ્રેક્ટિસને કારણે કંપની પર આ દંડ લાદવામાં આવ્યો છે. હવે ગૂગલે તેની સામે NCLATમાં અપીલ કરી છે. અહીં તમને વિગતમાં જણાવવામાં આવી રહ્યું છે કે તેના પર આટલો ભારે દંડ કેમ લગાવવામાં આવ્યો.

Google will give you Rs 631, claim today.

Google will give you Rs 631, claim today.

News Continuous Bureau | Mumbai

ટેક જાયન્ટ ગૂગલને ઓક્ટોબરમાં ભારે દંડ ફટકારવામાં આવ્યો હતો. આ દંડ કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) દ્વારા લગાવવામાં આવ્યો છે. હવે ગૂગલે કહ્યું છે કે તે કંપની પર લગાવવામાં આવેલા રૂપિયા 2200 કરોડથી વધુના દંડ સામે નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT)માં જશે.

Join Our WhatsApp Community

તમને જણાવી દઈએ કે આ વર્ષે ઓક્ટોબરમાં ગૂગલને એક જ અઠવાડીયામાં બે વખત દંડ ફટકારવામાં આવ્યો હતો. ભારતમાં કોમ્પિટિશન વિરોધી પ્રથા માટે CCI દ્વારા આ દંડ લાદવામાં આવ્યો હતો. કંપની પર કુલ 2274 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ગૂગલ પર એવો આરોપ છે કે તેણે એન્ડ્રોઇડ સ્પેસમાં પોતાની ટોપની સ્થિતિનો ફાયદો ઉઠાવીને કોમ્પિટિશનમાં પોતાની જાતને આગળ રાખી છે.

અગાઉ કોમ્પિટિશન વિરોધી પ્રેક્ટિસ માટે 1337 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ત્યારબાદ આ જ કારણસર કંપનીને રૂ. 936.44 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. એટલે કે કંપનીને કુલ 2274 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

ગૂગલને શા માટે દંડ કરવામાં આવ્યો?

ઉપર જણાવ્યા મુજબ ગૂગલને બે વખત દંડ ફટકારવામાં આવ્યો છે. અહીં અમે તમને બદલામાં બંને દંડનું કારણ જણાવી રહ્યા છીએ. ગૂગલ પર એન્ડ્રોઇડ ઇકોસિસ્ટમમાં તેની સ્થિતિનો અયોગ્ય બેનિફિટ લેવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

CCIએ તેને પ્લે સ્ટોર પોલિસી સંબંધિત કોમ્પિટિશન વિરોધી પ્રેક્ટિસ માટે દંડ કર્યો છે. ગૂગલ પ્લે સ્ટોર પોલિસીના કારણે ગૂગલને માર્કેટમાં રિલીઝ થયેલી એપ્સનો બેનિફિટ મળે છે.

ગૂગલ પોલિસીના કારણે, એપ ડેવલપર્સ એન્ડ્રોઇડ એપ પર ખરીદી કરવા માટે યુઝર્સને માત્ર ગૂગલ પ્લે બિલિંગ સિસ્ટમ એટલે કે GPBSનો ઓપ્શન આપી શકે છે. ડેવલપર્સ પાસે વૈકલ્પિક પેમેન્ટ પદ્ધતિ ઓપ્શન અથવા સીધી લિંક નથી.

એટલે કે યુઝર્સ ઇચ્છે તો પણ પ્લે સ્ટોર બિલિંગ સિવાયના ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી ડેવલપરને પે કરી શકતા નથી. યુઝર્સને એપ્લિકેશનની બહાર ડિજિટલ વસ્તુઓ ખરીદવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવતા નથી.

CCIએ જણાવ્યું હતું કે એન્ડ્રોઇડ સ્માર્ટ મોબાઇલ ઓએસ અને લાયસન્સેબલ ઓએસ સ્માર્ટ મોબાઇલ ડિવાઇસ પર ગૂગલનું વર્ચસ્વ છે. આ એપ્લિકેશન ડેવલપરને Google Play બિલિંગ સિસ્ટમનો ઉપયોગ કરવાની ફરજ પાડે છે. જે તદ્દન ખોટું છે. જેના કારણે તેને દંડ ફટકારવામાં આવ્યો છે.

આ પણ કારણ છે

મોબાઇલ એપ્લિકેશન ડિસ્ટ્રિબ્યુશન એગ્રીમેન્ટ અથવા MADA જેવા એન્ડ્રોઇડ કરારનું ઉલ્લંઘન કરવા બદલ ગૂગલને સૌપ્રથમ દંડ ફટકારવામાં આવ્યો હતો. MADA એ એક કરાર છે જે Google મોબાઇલ ઉત્પાદકો સાથે કરે છે. આમાં એન્ડ્રોઇડ મોબાઇલમાં સર્ચ, યુટ્યુબ, જીમેલ જેવી પ્રી-લોડેડ ગૂગલ એપ્સ આપવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો:  કોરોનાની નાક દ્વારા અપાતી રસીની કિંમત થઈ ગઈ નક્કી, જાણો કેટલો GST લાગશે અને કેટલો હશે હોસ્પિટલનો ચાર્જ

તમે એ પણ નોંધ્યું હશે કે જો તમે નવો ફોન ખરીદો છો, તો તેમાં Gmail, YouTube જેવી ઘણી Google એપ્સ પહેલેથી જ ઇન્સ્ટોલ કરેલી હોય છે. આ કારણે ગૂગલની આ એપ્સને અન્ય એપ્સ કરતાં ઘણો વધારે ફાયદો મળે છે. એટલે કે જેટલી એન્ડ્રોઈડ મોબાઈલ એટલી એપ્સ. આનો સીધો ફાયદો ગૂગલને મળે છે જ્યારે બાકીના ડેવલપર્સ તેનો ભોગ બને છે.

ભારતમાં એન્ડ્રોઇડ માર્કેટ વિશાળ છે. આ કારણે ગૂગલની પ્રી-લોડેડ એપ્સ જે લેવલ પર પહોંચે છે તે અન્ય એપ ડેવલપર્સ માટે એક સ્વપ્ન સમાન છે. CCIએ આના પર વાંધો ઉઠાવ્યો છે અને દંડ ફટકાર્યો છે.

ગૂગલે અપીલ કરી

હવે કંપનીએ આ દંડ વિરુદ્ધ NCLATમાં અપીલ કરી છે. તાજેતરમાં સુંદર પિચાઈ ભારતની મુલાકાતે આવ્યા ત્યારે આ અપીલ કરવામાં આવી છે. કંપનીએ જણાવ્યું છે કે CCIના આ નિર્ણયથી ભારતીય યુઝર્સ અને બિઝનેસને આંચકો લાગશે જેઓ એન્ડ્રોઇડ સિક્યોરિટી ફીચર્સમાં વિશ્વાસ રાખે છે. કંપનીએ વધુમાં કહ્યું કે આના કારણે મોબાઈલ ડિવાઈસની કિંમત પણ વધી શકે છે.હવે આ અંગેના નિર્ણય માટે હજુ રાહ જોવી પડશે.

Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Exit mobile version