ન્યૂઝ કંટીન્યૂઝ બ્યૂરો
મુંબઈ
18 સપ્ટેમ્બર 2020
ગુગલ પ્લે સ્ટોર પરથી જાણીતી પેમેન્ટ સર્વિસ એપ્લિકેશન પેટીએમને હટાવી દેવામાં આવી છે. એકાએક રીતે પ્લે સ્ટોર માંથી એપ્લિકેશન ગાયબ થતાં પેટીએમ ના વપરાશકારો ચિંતામાં આવી ગયા છે. ગુગલ એ દલીલ કરી છે કે પેટીએમ દ્વારા કસિનો અને જુગાર જેવી રમતોને પ્રોત્સાહન અપાય છે. આ રમતો યુવાઓને ગેર માર્ગે દોરી જાય છે. ગુગલ પ્લે સ્ટોર પર પણ આવા પ્રકારની રમતો ઉપલબ્ધ નથી. પરંતુ પેટીએમ પોતાની એપ્લિકેશન ની અંદર આ પ્રકારની રમતો ને પ્રોત્સાહન આપે છે. આ ઉપરાંત પેટીએમ દ્વારા ગૂગલના અનેક નિયમોનું વારંવાર ઉલ્લંઘન થતું રહે છે.
ઉલ્લેખનીય છે કે પેટીએમ એ ભારતના સફળ સ્ટાર્ટ અપ માંની એક એપ્લિકેશન છે. આ સંદર્ભે ટ્વિટર દ્વારા પેટીએમ એ પોતાના યુઝર્સને જાણકારી આપી હતી કે તેના વપરાશકારોએ ગભરાવાની કોઈ જરૂર નથી. તેમના પૈસા અને માહિતી સલામત છે. બહુ જલદી ગુગલ પ્લે સ્ટોરમાં એપ્લીકેશન ઉપલબ્ધ થઈ જશે.
