ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
15 જુલાઈ 2020
લોકડાઉન અને આર્થિક મંદી વચ્ચે પણ રિલાયન્સ જિયોમાં હિસ્સેદારી નોંધાવનાર રોકાણકારોની કોઈ ખોટ નથી. આજે જીઓને, ગૂગલના રૂપમાં 14 મું મોટું રોકાણ મળ્યું છે.
આજે મુંબઈ ખાતે શેરધારકોની 43 ની વાર્ષિક સભામાં બોલતા, આરઆઈએલના અધ્યક્ષ મુકેશ અંબાણીએ કહ્યું કે, જિયો પ્લેટફોર્મમાં 7.7 ટકાની ભાગીદારી સાથે ગૂગલ, 33,737 કરોડનું રોકાણ કરશે. ગૂગલ દ્વારા આ રોકાણ પેટે જિયો પ્લેટફોર્મને 4.36 લાખ કરોડના ઇક્વિટી શેર જેટલા મૂલ્યની હિસ્સેદારી આપશે. જિયો પ્લેટફોર્મ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ડિજિટલ સર્વિસ છે, જેમાં ટેલિકોમ કંપની રિલાયન્સ જિઓ ઇન્ફોકોમ છે. આ વર્ષે 22 એપ્રિલથી જિયો પ્લેટફોર્મ્સમાં ગુગલનું આ ચૌદમું રોકાણ છે.
# ગૂગલનું આ પગલું એવા સમયે આવ્યું છે જ્યારે સરકાર ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ માટે 5G એરવેવની હરાજી કરવાની તૈયારી કરી રહી છે.
# ગૂગલ જેવી, ખાનગી ઇક્વિટી ધરાવતી વિશ્વભરની ઘણી કંપની છે, જેમણે છેલ્લા ત્રણ મહિનામાં મુકેશ અંબાણીના ટેકનોલોજી સાહસમાં રોકાણ કર્યું છે. જિયો પ્લેટફોર્મ્સના રોકાણકારોમાં યુએસ સ્થિત ફેસબુક, જનરલ એટલાન્ટિક, કેકેઆર અને ઇન્ટેલ કોર્પોરેશન, અબુધાબી સ્થિત મુબદાલા અને અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી અને સાઉદી અરેબિયાના જાહેર રોકાણ નિધિનો સમાવેશ થાય છે.
# દરમિયાન, સોમવારે, ગૂગલે ભારતમાં ડિજિટલ તકનીકોને અપનાવવામાં વેગ આપવા માટે આગામી પાંચથી સાત વર્ષમાં 10 અબજ ડોલર ખર્ચવાની યોજના જાહેર કરી છે.
# રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તાજેતરમાં માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ 12 કરોડને પાર કરનારી પહેલી ભારતીય કંપની બની છે.
# જિયો પ્લેટફોર્મ્સમાં 25 ટકાથી વધુ હિસ્સો વેચીને અને રાઇટ્સ ઇશ્યૂનું લાવી ને, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 31 માર્ચ, 2021 ની નિર્ધારિત તારીખ પહેલા જ ચોખ્ખી દેવામુક્ત કંપની બની ગઈ છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com