News Continuous Bureau | Mumbai
કેન્દ્ર સરકારે(Central Government) આનંદ મહિન્દ્રા(Anand Mahindra), પંકજ આર પટેલ(Pankaj R Patel) ,વેણુ શ્રીનિવાસન(Venu Srinivasan) અને રવિન્દ્ર એચ ધોળકિયાને(Ravindra H Dholakia) RBIના ના કેન્દ્રીય બોર્ડમાં(Central Board) બિન-સત્તાવાર ડિરેક્ટર(Non-official director) તરીકે નિયુક્ત કર્યા છે.
RBI દ્વારા જારી કરાયેલી સૂચના અનુસાર, કેબિનેટની નિમણૂક સમિતિ (ACC) એ ચાર વર્ષના સમયગાળા માટે આ નિમણૂંકો કરી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના(Prime Minister Narendra Modi) નેતૃત્વ હેઠળની કેબિનેટ નિમણૂક સમિતિ(Cabinet Appointments Committee) દ્વારા આ નિમણૂકો પર મહોર લગાવવામાં આવી છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ(Central Board of Directors) રિઝર્વ બેન્કને(Reserve Bank) લગતી બાબતો સાથે વ્યવહાર કરે છે.
રિઝર્વ બેન્કના ગવર્નરની(Governor) આગેવાની હેઠળના બોર્ડના સભ્યોની(Board Member) નિમણૂક ભારત સરકાર(Indian Govt) દ્વારા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા એક્ટ અનુસાર કરવામાં આવે છે.