News Continuous Bureau | Mumbai
જો તમે અત્યાર સુધી ટેક્સ ભર્યો નથી તો તાત્કાલિક ભરી દો. ઇન્કમ ટેક્સ રિટર્ન(ITR) ભરવાની છેલ્લી તારીક ૩૧ જુલાઈ 2022 છે. સરકારે તેની છેલ્લી તારીખ આગળ વધારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. રાજસ્વ સચિવે કહ્યું છે કે, ૩૧ જુલાઈથી આગળ ITR ભરવાની તારીખ વધારવાનો હાલ કોઈ વિચાર નથી. મહત્વનું છે કે, નાણાકિય વર્ષ ૨૦૨૧-૨૨ અને એસેસમેન્ટ વર્ષ ૨૦૨૨-૨૩ માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની શરૂઆત ૧૫ જુલાઈ ૨૦૨૨ થી થઈ ગઈ છે.
જાે તમને તમારી ઓફિસમાંથી ફોર્મ ૧૬ મળી ગયું છે તો વિલંબ કર્યા વગર તેને ભરી દો. જાે તમે ડેડલાઈન પહેલા તેને ભરશો નહીં તો તમારે પેનલ્ટી ભરવી પડી શકે છે. આ ઉપરાંત જ્યારે ઇન્કમ ટેક્સની ઇ-ફાઇલિંગ વેબસાઈટ પર વધારે ટેક્સપેયર રિટર્ન ફાઈલિંગ કરે છે તો લોડ વધી જાય છે. એવામાં જાે તમે પણ ઇન્કમ ટેક્સ ફાયલિંગમાં આવતી સમસ્યાથી બચવા ઇચ્છો છો તો છેલ્લી તારીખ ની રાહ ન જોશો.
આ સમાચાર પણ વાંચો : ભારતીય રિઝર્વ બેંકની મોટી કાર્યવાહી- બેંકે ચાર સહકારી બેંકો પર રકમ ઉપાડ સહિતના પ્રતિબંધો લાદ્યા- ફટાફટ તપાસો તમારું એકાઉન્ટ આ બેન્કમાં તો નથીને
ઉલ્લેખનીય છે કે, નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ અને એસેસમેન્ટ વર્ષ ૨૦૨૨-૨૩ માટે વગર કોઈ લેટ ફિસના ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીક ૩૧ જુલાઈ ૨૦૨૨ છે. જાે તમે ડેડલાઈન બાદ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરો છો તો ઇન્કમ ટેક્સના સેક્શન234A અને અંડર સેક્શન 234F હેઠળ તમારે પેનલ્ટી સાથે ટેક્સ પર વ્યાજ પણ આપવું પડશે.