Site icon

Onion: જગતના તાત માટે સારા સમાચાર, આગામી બે-ત્રણ દિવસમાં સરકાર અધધ આટલા લાખ ટન ડુંગળીની ખરીદી શરૂ કરશે

Onion: સરકારે એનસીસીએફ અને નાફેડને બફર જરૂરિયાત માટે ખેડૂતો પાસેથી 5 લાખ ટન ડુંગળીની સીધી ખરીદી શરૂ કરવાનો નિર્દેશ આપ્યો

Government directs NCCF and NAFED to start direct procurement of 5 lakh tonnes of onion from farmers for buffer requirement

Government directs NCCF and NAFED to start direct procurement of 5 lakh tonnes of onion from farmers for buffer requirement

News Continuous Bureau | Mumbai 

Onion: ચાલુ વર્ષમાં, સરકારે એનસીસીએફ અને નાફેડને નિર્દેશ આપ્યો છે કે તેઓ બફર જરૂરિયાત માટે 5 લાખ ટન ડુંગળીની ખરીદી સીધી ખેડૂતો પાસેથી શરૂ કરે કારણ કે રવી-2024ની લણણી બજારમાં આવવાનું શરૂ થયું હતું. આ ખરીદી માટે નાફેડ અને એનસીસીએફે ડુંગળીના ખેડૂતોની અગાઉથી નોંધણી કરાવવાની રહેશે, જેથી ખેડૂતોને ( Farmers ) પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ મારફતે તેમનાં બેંક ખાતાઓમાં ચુકવણી હસ્તાંતરિત થાય તે સુનિશ્ચિત કરી શકાય. 

Join Our WhatsApp Community

દેશની ડુંગળીની ઉપલબ્ધતા માટે રવી ડુંગળી મહત્વપૂર્ણ છે કારણ કે તે દેશમાં વાર્ષિક ઉત્પાદનમાં 72-75 ટકા ફાળો આપે છે. ડુંગળીની વર્ષભર ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે રવી ડુંગળી પણ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે ખરીફ ડુંગળીની સરખામણીએ તેની શેલ્ફ લાઇફ સારી છે અને નવેમ્બર-ડિસેમ્બર સુધી તેને સપ્લાય માટે સ્ટોર કરી શકાય છે.

ઉલ્લેખનીય છે કે, ગ્રાહક બાબતોના વિભાગે નાફેડ ( NAFED  ) અને એનસીસીએફ ( NCCF )મારફતે વર્ષ 2023-24 દરમિયાન ડુંગળીના બફર સ્ટોકિંગ માટે તેમજ એક સાથે ખરીદી ( Onion purchase ) અને નિકાલના માર્ગે હસ્તક્ષેપ માટે આશરે 6.4 એલએમટી ડુંગળીની ખરીદી કરી હતી. નાફેડ અને એનસીસીએફ દ્વારા સતત ખરીદીથી 2023માં આખું વર્ષ ડુંગળીના ખેડુતો માટે મહેનતાણાના ભાવોની બાંયધરી આપવામાં આવી છે. ત્યારબાદ, ગ્રાહક બાબતોના વિભાગે છૂટક આઉટલેટ્સ અને એનસીસીએફ, નાફેડ, કેન્દ્રીય ભંડાર અને અન્ય રાજ્ય નિયંત્રિત સહકારી મંડળીઓ દ્વારા સંચાલિત મોબાઇલ વાન દ્વારા ડુંગળીના નિકાલ માટે છૂટક વેચાણ હસ્તક્ષેપને અપનાવ્યો હતો, જે ગયા વર્ષ દરમિયાન રૂ. 25 પ્રતિ કિલોના સબસિડીવાળા ભાવે હતો. સમયસર હસ્તક્ષેપ અને કેલિબ્રેટેડ રિલીઝે ખેડૂતની અનુભૂતિને અસર કર્યા વિના છૂટક ભાવોને અસરકારક રીતે સ્થિર કરવાની ખાતરી આપી.

આ સમાચાર પણ વાંચો :  Air Force: વાયુસેનાના વડા, એર ચીફ માર્શલ વીઆર ચૌધરી, C-DOT સંશોધન સમુદાયના સંશોધન અને વિકાસ પ્રયાસોની કરી પ્રશંસા..

વૈશ્વિક પુરવઠાની સ્થિતિ અને અલ નીનો દ્વારા પ્રેરિત શુષ્ક સ્પેલને કારણે સરકારને ( Central Government ) નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન ડુંગળીની નિકાસને નિયંત્રિત કરવા નીતિગત પગલાં લેવાની જરૂર પડી હતી. આ પગલાંમાં 19મી ઓગસ્ટ 2023ના રોજ લાદવામાં આવેલી ડુંગળીની નિકાસ પર 40% ડ્યુટી, 29 ઓક્ટોબર, 2023થી લાગુ કરવા માટે 800 ડોલર પ્રતિ મેટ્રિક ટનની લઘુત્તમ નિકાસ કિંમત (એમઇપી) લાગુ કરવા અને ઘરેલું ગ્રાહકોને સસ્તા ભાવે ડુંગળીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે નિકાસ પ્રતિબંધ 8 ડિસેમ્બર, 2023થી લાગુ કરવાનો સમાવેશ થાય છે..

ડુંગળીના નિકાસ પ્રતિબંધને લંબાવવાનો તાજેતરનો નિર્ણય પ્રવર્તમાન આંતરરાષ્ટ્રીય ભાવો અને વૈશ્વિક ઉપલબ્ધતાની ચિંતાઓ સામે એકંદરે સ્થાનિક ઉપલબ્ધતાને કારણે જરૂરી બન્યો છે. દરમિયાન, સરકારે પડોશી દેશોને નિકાસની મંજૂરી આપી છે, જેઓ તેમની સ્થાનિક વપરાશની જરૂરિયાતો માટે ભારત પર આધાર રાખે છે. સરકારે ભૂતાન (550 એમટી), બહેરીન (3,000 એમટી), મોરેશિયસ (1,200 એમટી), બાંગ્લાદેશ (50,000 એમટી) અને યુએઇ (14,400 મેટ્રિક ટન એટલે કે 3,600 એમટી/ત્રિમાસિક ગાળામાં) ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપી છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

UPI Help: UPI માં હવે કોઈ સમસ્યા નહીં! NPCIનું નવું ‘UPI હેલ્પ’ AI કેવી રીતે કરશે તમારા વ્યવહારોને સરળ?
Antilia: ‘એન્ટિલિયા’ કરતાં વધુ મોંઘી અને ઊંચી! મુંબઈમાં બની રહેલી આ ગગનચુંબી ઇમારત વિશે જાણો.
Blackstone: અંબાણીની પાર્ટનર કંપની આ ભારતીય બેંકમાં ₹6,200 કરોડનો હિસ્સો ખરીદશે, ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત
Russian crude oil: ટ્રમ્પને મોટો ઝટકો: US ના હાઈ ટેરિફ છતાં ભારતે રશિયન ક્રૂડ ઓઇલની આયાતમાં રેકોર્ડ તોડ્યો, ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે
Exit mobile version