Site icon

Basmati Rice Exports: બાસમતી ચોખાની નિકાસને વેગ આપવા સરકારે લીધું મહત્વપૂર્ણ પગલું, લઘુત્તમ ભાવને હટાવ્યા

Basmati Rice Exports: સરકારે બાસમતી ચોખાના લઘુત્તમ ભાવ હટાવ્યા

Government has taken an important step to boost Basmati rice exports by removing the minimum price

Government has taken an important step to boost Basmati rice exports by removing the minimum price

News Continuous Bureau | Mumbai 

Basmati Rice Exports:  ભારતના અગ્રણી GI વેરાયટીના ચોખા, બાસમતી ચોખાની ( Basmati Rice ) નિકાસને વેગ આપવા માટેના એક મહત્વપૂર્ણ પગલામાં, ભારત સરકારે બાસમતી ચોખાની નિકાસ પરના ફ્લોર પ્રાઈસને દૂર કરવાનો નિર્ણય લીધો છે. 

Join Our WhatsApp Community

હાલની વેપારી ચિંતાઓ અને ચોખાની ( Basmati Rice floor prices ) પર્યાપ્ત સ્થાનિક ઉપલબ્ધતાના જવાબમાં, ભારત સરકારે ( Central Government  ) હવે બાસમતી ચોખાની નિકાસ પરના લઘુત્તમ ભાવને સંપૂર્ણપણે દૂર કરવાનો નિર્ણય લીધો છે. એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી ( APEDA ) બાસમતી ચોખાના કોઈપણ બિન-વાસ્તવિક ભાવને રોકવા અને નિકાસ પ્રથાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે નિકાસ કરાર પર નજીકથી નજર રાખશે.

પૃષ્ઠભૂમિ તરીકે, ચોખાના ચુસ્ત સ્થાનિક પુરવઠાની પરિસ્થિતિને પગલે સ્થાનિક ચોખાના ભાવમાં વધારો થવાના પ્રતિભાવરૂપે બિન-બાસમતી સફેદ ચોખા પર નિકાસ પ્રતિબંધને ધ્યાનમાં રાખીને બિન-બાસમતી ચોખાને બાસમતી ચોખા તરીકે ખોટી રીતે વર્ગીકૃત કરવાની કોઈ પણ સંભાવિત શક્યતાને રોકવા માટે ઓગસ્ટ 2023માં મેટ્રિક ટન (MT) દીઠ 1,200 ડોલરની ફ્લોર પ્રાઇસ રજૂ કરવામાં આવી હતી. વેપારી સંસ્થાઓ અને હિતધારકોની રજૂઆતોને પગલે, સરકારે ઓક્ટોબર, 2023માં લઘુત્તમ ભાવને ( Minimum price ) 950 ડોલર પ્રતિ મેટ્રિક ટન કર્યાં હતા.

આ સમાચાર પણ વાંચો :  PM Modi Deepjyoti : પીએમ મોદીના આવાસ પર થયું નવા મહેમાનનું આગમન, નામ રાખ્યું ‘દીપજ્યોતિ’; જુઓ વિડીયો

 Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

FIIs: દ્વારા બે મહિનામાં ભારતીય બજારમાંથી કરાયો અધધ આટલા કરોડ રૂપિયાનો ઉપાડ, જાણો શું છે કારણ?
EPFO 3.0: EPFO 3.0 શું છે અને ક્યારે લોન્ચ થશે? તેના લીધે થશે આટલા કરોડ કર્મચારીઓને ફાયદો
GST 2.0: સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર 40% ટેક્સ છતાં પણ દારૂ થયો તેમાંથી બાકાત,જાણો શું છે તેની પાછળ નું કારણ
Gold Price: જીએસટી સુધારાની જાહેરાત બાદ સોનાના ભાવમાં થયો આટલો ઘટાડો, જાણો રોકાણકારો માટે શું છે નિષ્ણાતોની સલાહ
Exit mobile version