ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 7 એપ્રિલ 2021
બુધવાર
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને વેપારી સંગઠનો વચ્ચે આજે સાંજે બેઠકનું આયોજન થયું હતું. આ બેઠક વર્ચ્યુલ બેઠક હતી. જે તે વેપારી સંગઠનના પદાધિકારીને સોશિયલ મીડિયા ની લીંક આપવામાં આવી હતી અને તેના માધ્યમથી બેઠક થઇ હતી.
આ બેઠકમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ લગભગ ૪૦ મિનીટ જેટલું નિવેદન આપ્યું હતું. પોતાના નિવેદનમાં તેમણે વેપારીઓને એ વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો કે મહારાષ્ટ્રમાં શા માટે કોરોના ની ચેઈન ને બ્રેક કરવાની જરૂર છે. તેમજ તેમણે લોકડાઉન ની જરૂરિયાત વિશે ઉલ્લેખ કર્યો હતો.
વેપારીઓનું પ્રતિનિધિમંડળ ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ ને મળ્યું. આ ચર્ચા થઈ.
બીજી તરફ વેપારી સંગઠનો તરફથી સરકારને રજૂઆત કરવામાં આવી હતી કે ન્યુનત્તમ બે કે ત્રણ દિવસ સુધી દુકાનદારોને દુકાન ખુલ્લી રાખવાની પરવાનગી આપવામાં આવે. અથવા એક સમય મર્યાદામાં દુકાન ચાલુ રહે તેવું આયોજન ગોઠવવામાં આવે.
વેપારીઓની માંગણી પ્રત્યે મુખ્યમંત્રીએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે આગામી બે કે ત્રણ દિવસની અંદર કેબિનેટની બેઠક નું આયોજન થશે. આ બેઠકમાં આ વિચારને મુકવામાં આવશે અને ત્યારબાદ જે નિર્ણય થશે તે નિર્ણય વેપારીઓને જણાવવામાં આવશે.
તો શું હવે વેપારીઓને રાહત મળશે? સરકારે આપ્યા આ સંકેત. જાણો વિગત.
આમ આજની બેઠક પછી વેપારીઓ આશ્વાસન લઇ ને ખાલી હાથે પાછા ફર્યા હતા.