News Continuous Bureau | Mumbai
ખાનગીકરણનો(Privatization) વિરોધ કરીને 2014માં કેન્દ્રમાં સત્તામાં આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની(PM Narendra Modi) નેતૃત્વવાળી ભાજપની સરકાર(BJP government) અનેક સરકારી કંપનીઓનું(Government companies) ખાનગીકરણ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. સરકાર સતત સરકારી અને અર્ધ સરકારી કંપનીઓને વેચવાનું એટલે કે ખાનગી હાથોમાં સોંપવાનું ગુપચુપ રીતે કરી રહી હોવાનું કહેવાય છે.
LIC નો IPO કાઢ્યા બાદ હવે ચાલુ નાણાકીય વર્ષમાં ડિસઈન્વેસ્ટમેન્ટનો(Disinvestment) લક્ષ્યાંક પૂરો કરવા માટે હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ(Hindustan Zinc Ltd.) અને આઈટીસી(ITC) માં પોતાનો હિસ્સો વેચવાનો વિચાર કરી રહી છે. ઓફર ફોર સેલ અને કેટલું રોકાણ કરવાનું તેની પણ તૈયારી કરી લીધી છે. સરકાર આ પ્રક્રિયા સપ્ટેમ્બર સુધીમાં પૂરી કરવાની યોજના રાખે છે.
આ સમાચાર પણ વાંચો : કામના સમાચાર. હવે રેસ્ટોરન્ટ આપની પરવાનગી વગર સર્વિસ ચાર્જ નહીં લઈ શકે. આ વિભાગે કરી સ્પષ્ટતા… જાણો વિગતે…
પવન હંસ(Pawan hans), શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(Shipping Corporation of India), આઈડીબીઆઈ બેંક(IDBI Bank) અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ(Bharat Petroleum Corporation Ltd.) અને LIC ના સ્કેલ ડાઉન પબ્લિક ઓફરના સ્ટ્રેટેજિક સેલમાં મોડુ થવાથી હવે કેન્દ્ર સરકારે(Central Government) પોતાની નીતિમાં ફેરફાર કર્યો છે. સરકારે નાણાકીય વર્ષ 2013 માટે 65,000 કરોડ રૂપિયાના ડિસઈન્વેસ્ટમેન્ટનો લક્ષ્યાંક રાખ્યો હતો. કેન્દ્ર સરકારે આ મહિનાના પ્રારંભમાં LICનો પબ્લિક ઈશ્યુ બહાર પાડીને લગભગ 20,560 કરોડ રૂપિયા ઊભા કર્યા છે.