ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,26 જાન્યુઆરી 2022
બુધવાર.
આર્થિક કૌભાંડને લીધે ચર્ચામાં આવેલી પંજાબ એન્ડ મહારાષ્ટ્ર બેંક (PMC બેંક) ના ખાતાધારકો માટે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે PMC બેંકનું યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંક સાથે મર્જ કરવાના પ્રસ્તાવ પર મહોર મારી દીધી છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી લાખો ખાતાધારકોને રાહત મળી છે. યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંક હવે પીએમસી બેંકને ફરીથી શરૂ કરવા માટે જવાબદાર રહેશે.
રિઝર્વ બેંકે(RBI) PMC બેંકના મર્જરને લઈને આદેશ જારી કર્યો છે. આદેશ અનુસાર, PMC બેંકની સંપત્તિ, થાપણો, જવાબદારીઓ અને સંપત્તિઓને યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંકમાં મર્જ કરવામાં આવશે. યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંક તરત જ PMC0020 બેંકમાંથી કામગીરી શરૂ કરશે. તેથી PMC બેંકની શાખાઓ અને ઓફિસોને યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંકમાં રૂપાંતરિત કરવામાં આવશે.
મોર રિટેલ અને એમેઝોન વચ્ચેના સોદા વિરુદ્ધ CAITએ કરી CCI માં ફરિયાદ, કર્યો આ દાવો. જાણો વિગત
રિઝર્વ બેંકે PMC બેંકના વિલીનીકરણ માટે દરખાસ્તો મંગાવી હતી. આ પ્રક્રિયા ડિસેમ્બર 2020 સુધીમાં પૂર્ણ કરવામાં આવી હતી. સેન્ટ્રલ ફાઈનાન્શિયલ સર્વિસ લિમિટેડ અને ભારત પે ની સંયુક્ત કંપનીને બેંકિંગ લાઇસન્સ આપવામાં આવ્યું હતું. યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંકને મર્જ કરવાની દરખાસ્તને રિઝર્વ બેંક દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.
ડિપોઝિટ ઇન્શ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન હેઠળ, PMC બેન્કના રિટેલ થાપણદારોને આગામી 10 વર્ષમાં તબક્કાવાર વીમાની રકમ પ્રાપ્ત થશે. PMC બેંકમાં 31 માર્ચ, 2020ના રોજ 10727.12 કરોડ રૂપિયાની થાપણો હતી. બેંકે રૂ. 4,472.78 કરોડની લોનનું વિતરણ કર્યું છે. તો તે 3518.89 કરોડ રૂપિયાના દેવા હેઠળ દબાયેલી રહ્યું છે.