News Continuous Bureau | Mumbai
Income Tax: ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા નાણાકીય વર્ષ 2022-23 માટેના રિફંડ સતત જારી કરવામાં આવે છે. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ગત દિવસોમાં આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું હતું કે અત્યાર સુધીમાં ટેક્સપેયર્સને 2.15 લાખ કરોડ રૂપિયાના ઈનકમ ટેક્સ રિફંડ આપવામાં આવ્યા છે. એપ્રિલથી જ ટેક્સપેયર્સને રિફંડની રકમ આપવામાં આવી રહી છે. તમારું રિફંડ હજી આવ્યું છે કે નહીં તે જાણવા માટે, તમારે રિફંડની સ્થિતિ તપાસવાની જરૂર છે.
રિટર્ન જારી કરી રહ્યું છે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ
આઈટીઆર (ITR Filing) ફાઇલ કર્યા પછી, જો કોઈપણ પ્રકારનું રિફંડ કરવામાં આવે છે, તો તે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા તમારા બેંક એકાઉન્ટમાં મોકલવામાં આવે છે. આ અંતર્ગત ઈનડમ ટેક્સ ડિપાર્ટમેન્ટ સતત રિફંડ જારી કરી રહ્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ 1 એપ્રિલથી 30 નવેમ્બર સુધીમાં સરકારે ટેક્સ પેયર્સ માટે 2.15 લાખ કરોડ રૂપિયાના રિફંડ જારી કર્યા છે.
66.92 ટકા વધુ રિફંડ જારી
રિફંડનો આ આંકડો ગયા વર્ષના સમાન સમયગાળામાં 66.92 ટકા વધુ છે. અગાઉ 8 ઓક્ટોબર, 2022 સુધી કરદાતાઓને રિફંડ તરીકે 1.53 લાખ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો: ટાટા મોટર્સને મળ્યો મોટો ઓર્ડર, Everest Fleetને સપ્લાય કરશે XPRES-T EVના 5,000 યુનિટ
કેમ નથી મળતું રિફંડ
જો તમને અત્યાર સુધી તમારું ઈન્કમ ટેક્સ રિફંડ મળ્યું નથી, તો તેના ઘણા કારણો હોઈ શકે છે. અગાઉના ITR ફાઇલિંગની બાકી માંગને કારણે ટેક્સ રિફંડમાં વિલંબ થાય છે. હકીકતમાં ગત નાણાકીય વર્ષમાં ઘણા કરદાતાઓને વિભાગ દ્વારા ઈન્ટિમેશન નોટિસ આપવામાં આવી હતી. પરંતુ ઘણા લોકોએ આનો જવાબ આપ્યો ન હતો અથવા પોર્ટલ પર અપડેટ કર્યું ન હતું. આવા ટેક્સપેયર્સને રિફંડ મેળવવામાં વિલંબ થઈ રહ્યો છે.
આવી રીતે ચેક કરો તમારું રિફંડ સ્ટેટસ
- સૌથી પહેલા ટેક્સપેયર ઈનકમ ટેક્સ વિભાગની વેબસાઈટ www.incometax.gov.in પર જાવ
- હવે PAN, આધાર નંબર અથવા યુઝર આઈડી દાખલ કર્યા પછી પાસવર્ડથી લોગિન કરો
- અહીં ઈ – ફાઈલ ઓપ્શનના અંતર્ગત ઈનકમ ટેક્સ રિટર્ન પર જાવ. તેના પછી વ્યૂ ફાઈલ્ડ રિટર્નના ઓપ્શનની પસંદગી કરો
- હવે ફાઈલ કરવામાં આવેલા લેટેસ્ટ આઈટીઆર ચેક કરો અને વ્યૂ ડિટેલ્સ પર જાવ
- અહીં તમને રિફંડ સ્ટેટસ દેખાશે. તેમા તમને ક્યા દિવસે રિફંડ જારી થયો તે તારીખ અથવા કઈ તારીખે જારી થશે, તેની જાણકારી મળી જશે.