News Continuous Bureau | Mumbai
ભારતની(India) સૌથી મોટી વીમા કંપની(Insurance company) એલઆઇસીના(LIC) આઈપીઓની(IPO) સાઈઝમાં સરકાર મોટો કાપ મૂકે તેવી શક્યતા છે.
યુક્રેન યુદ્ધના(Ukraine war) કારણે બજારમાં પ્રતિકુળ વાતાવરણ હોવાથી LICના IPOનું કદ લગભગ 40 ટકા ઘટાડવામાં આવી શકે છે.
સૂત્રોએ જણાવ્યા પ્રમાણે સરકાર LICનો 30,000 કરોડ રૂપિયાનો IPO લાવે તેવી શક્યતા છે.
સરકાર(Government) એલઆઈસીનો સાત ટકા હિસ્સો વેચવાની હતી પણ હવે માત્ર 5 ટકા હિસ્સો વેચશે.
આમ છતાં ભારતનો આ સૌથી મોટો IPO હશે. આગામી બે સપ્તાહની અંદર LICનું લિસ્ટિંગ(Listing) કરાવવાની યોજના છે. આ પ્રમાણે LICનું મૂલ્ય લગભગ છ લાખ કરોડ આંકવામાં આવશે.
અગાઉની યોજના 50,000 કરોડ રૂપિયા એકત્ર કરવાની હતી.
આ સમાચાર પણ વાંચો : ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની મોટી ભવિષ્યવાણી, જો 2050 સુધીમાં ભારતમાં આ પરિવર્તન આવશે તો દેશમાં કોઈ ભૂખ્યું નહીં સુવે; જાણો વિગતે