ટ્રેક્ટર પર સરકારે જાહેર કરી આ છૂટ.. જેનો અમલ થશે આગામી આ તારીખથી.. જાણો વિગતો..

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

06 ઓક્ટોબર 2020

કેન્દ્ર સરકાર એ ઉપકરણ, વાહનો અને ટ્રેક્ટરો માટે નવા ઉત્સર્જનના નિયમોની અમલની તારીખ આવતા વર્ષ સુધી લંબાવી દીધી છે. તે ક્રમશઃ એપ્રિલ 2021 અને ઓક્ટોબર 2021 કરી દેવામાં આવી છે. 

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, મંત્રાલયે સીએમવીઆર (CMVR) સંશોધનને 1989 માં નોટિફાઇડ કર્યા હતાં. જેમાં ટ્રેક્ટરો (TRIM stage – IV) માટે ઉત્સર્જન માપદંડોના અપડેટ વર્ઝન ને લાગુ કરવાની તારીખને આ વર્ષે ઓક્ટોબરથી હટાવીને આવતા વર્ષે ઓક્ટોબર કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે નવા નિયમોથી ટ્રેક્ટર માલિક પર કોઈ અસર નહીં પડે, કારણ કે નવા નિયમ ટ્રેક્ટર બનાવનારી કંપનીઓ માટે છે.

 માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયને આ સંબંધમાં કૃષિ મંત્રાલય, ટ્રેક્ટર બનાવતી કંપનીઓ અને કૃષિ સંઘો તરફથી રજૂઆત કરવામાં આવી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે નિર્માણ થવાના હોય એવાં ઉપકરણ, વાહનો માટે નવાં માપદંડોને લાગુ કરવા પર 6 મહિનાનો વધુ સમય આપવામાં આવે. સંશોધન મુજબ કૃષિ મશીનરી (કૃષિ ટ્રેક્ટર, પાવર ટિલર અને સંયુક્ત હાર્વેસ્ટર) અને નિર્માણ ઉપકરણ વાહનો માટે અલગ અલગ ઉસ્તર્જન માપદંડો સામેલ છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More