Govt stake in LIC માર્કેટ પ્રાઈસથી ૧૧ ટકા ડિસ્કાઉન્ટ પર મળી રહ્યા છે LICના શેર જાણો આ સરકારી ઑફરની તમામ મહત્ત્વની વિગતો

Govt stake in LIC બજાર ભાવ કરતા ૧૧ ટકા સસ્તા મળી રહ્યા છે શેર્સ, પોલિસીધારકોના નાણાં અને બોનસ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાની સ્પષ્ટતા

by Krishna
Govt stake in LIC   માર્કેટ પ્રાઈસથી ૧૧ ટકા ડિસ્કાઉન્ટ પર મળી રહ્યા છે LICના શેર જાણો આ સરકારી ઑફરની તમામ મહત્ત્વની વિગતો

 

News Continuous Bureau | Mumbai

Govt stake in LIC દેશની સૌથી મોટી જીવન વીમા કંપની એલઆઈસી (LIC) ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. શેરબજારના નિયમો અને સેબી (SEBI) ની માર્ગદર્શિકાને પૂર્ણ કરવા માટે કેન્દ્ર સરકાર એલઆઈસીમાં પોતાની ૬.૫ ટકા સુધીની હિસ્સેદારી વેચવા જઈ રહી છે, જેનાથી સરકારને અંદાજે રૂ. ૩૧,૪૧૦ કરોડ મળવાની અપેક્ષા છે.

Govt stake in LIC – સરકાર શા માટે વેચી રહી છે LIC ના શેર્સ?

સેબી (SEBI) ના નિયમ મુજબ શેરબજારમાં સૂચિબદ્ધ કોઈપણ કંપનીમાં લઘુત્તમ પબ્લિક શેરહોલ્ડિંગ (MPS) ૨૫ ટકા હોવું અનિવાર્ય છે. હાલમાં એલઆઈસીમાં જનતા પાસે માત્ર ૩.૫ ટકા હિસ્સો છે, અને આ માપદંડ પૂરો કરવા માટે સેબીએ મે ૨૦૨૭ સુધીનો સમય આપ્યો છે. આ નિયમનું પાલન કરવા માટે જ સરકાર પોતાના શેર ખુલ્લા બજારમાં વેચી રહી છે.

Govt stake in LIC – રોકાણકારો માટે સસ્તા ભાવે શેર ખરીદવાની સોનેરી તક

સરકાર દ્વારા આ ઓફર ફોર સેલ (OFS) માટે ફ્લોર પ્રાઇસ રૂ. ૩૮૨ નક્કી કરવામાં આવી છે, જે માર્કેટ પ્રાઈસ કરતાં લગભગ ૧૧ ટકા સસ્તી છે. આ ઉપરાંત રિટેલ રોકાણકારો (Retail investors) અને એલઆઈસીના કર્મચારીઓને શેર દીઠ વધારાની રૂ. ૧૫ ની વિશેષ છૂટ પણ આપવામાં આવી રહી છે, જેથી નાના રોકાણકારોને મોટો આર્થિક ફાયદો થઈ શકે.

Govt stake in LIC – LIC પોલિસીધારકોએ ગભરાવાની જરૂર નથી, નાણાં સંપૂર્ણ સુરક્ષિત

દેશના કરોડો પોલિસીધારકોના મનમાં ઉઠતા સવાલ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે કે સરકારના હિસ્સેદારી વેચવાના આ નિર્ણયથી પોલિસી, બોનસ કે અન્ય લાભો પર કોઈ જ નકારાત્મક અસર નહીં પડે. વીમાધારકોનું રોકાણ અને પોલિસીનું ભવિષ્ય સંપૂર્ણપણે સુરક્ષિત છે અને સરકારની ગેરંટી અગાઉની જેમ જ યથાવત રહેશે.

👉 આ સમાચાર વાચો:
FSSAI action શું તમે પણ પી રહ્યા છો નકલી સ્વાદવાળી બ્રાન્ડેડ શરાબ? ઓલ્ડ મોન્ક અને રોયલ ચેલેન્જ સહિતની પ્રખ્યાત બ્રાન્ડ્સ સામે FSSAI ની તવાઈ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More