News Continuous Bureau | Mumbai
છેલ્લા થોડા વર્ષમાં દેશમાં યુનિફાઇડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI)ના માધ્યમથી પેમેન્ટ(Payment) કરવાનું ચલણ વધી ગયું છે. જેમાં છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં પૂરા નવ લાખ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન(Transaction) થયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
દિવસેને દિવસે મોબાઈલ બેન્કિંગ(Mobile Banking)નું પ્રમાણ વધી રહ્યું છે. બેંકમાં જઈને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવાને બદલે મોબાઈલ એપ(Mobile application) પર આંગળી ના ઈશારે બેંકનું ખાતું ઓપરેટ કરી શકાય છે. લોકો વધુને વધુ UPI તરફ વળી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : શું વાત છે.. મુંબઈ પોલીસ હવે બંધ ઘરોની રક્ષા કરશે. આ રીતે ક્યુઆર કોડ મેળવો અને પોલીસ રોજ ઘરનું ધ્યાન રાખશે. જાણો મુંબઈ પોલીસની નવી યોજના વિશે.. જાણો વિગતે
આજથી સાત વર્ષ પહેલા એટલે કે માર્ચ 2017માં UPIથી 2,425 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા હતા, તેમાં આટલા વર્ષોમાં બે-પાંચ લાખ નહીં પણ પૂરા 9 લાખ કરોડ રૂપિયા સુધીનાં ટ્રાન્ઝેકશન સુધી વ્યવહાર થવા માંડ્યા છે.
માર્ચ 2022માં 9,60,582 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા હતા. જયારે માર્ચ 2021માં 5,044,886 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા હતા. માર્ચ 2020માં 2,06,462 કરોડ રૂપિયાના તો માર્ચ 2019માં 1,33,461 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન, માર્ચ 2018માં 24,173 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા હતા.