News Continuous Bureau | Mumbai
નવરાત્રિનો પહેલો દિવસ દેશભર માટે ખુશીઓ લઈને આવ્યો છે. સોમવાર (22 સપ્ટેમ્બર)થી નવો GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) લાગુ થયો છે. આ નવા નિયમ અનુસાર, હવે રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી ઘણી વસ્તુઓ પર ટેક્સ નહીં લાગે, જ્યારે કેટલીક વસ્તુઓ પર માત્ર 5% ટેક્સ (tax) લાગશે. જોકે, GST 2.0 ને કારણે કેટલીક વસ્તુઓ એટલી મોંઘી થઈ છે કે સામાન્ય માણસ આશ્ચર્યચકિત થઈ જશે.
સિગારેટ અને તમાકુ સહિતના ઉત્પાદનો પર 40% ટેક્સ
કેન્દ્ર સરકારે સિગારેટ, ગુટખા અને તમાકુ જેવા ‘સિન ગુડ્સ’ પર 40% ટેક્સ લગાવ્યો છે. આ ઉપરાંત, સોડા, કાર્બોનેટેડ કોલ્ડ-ડ્રિંક્સ અને કેફીન યુક્ત ડ્રિંક્સ પર પણ 40% GST (જીએસટી) લાગુ કરવામાં આવ્યો છે. લક્ઝરી કાર, મોટી બાઇક (350 સીસીથી વધુ), પ્રાઇવેટ એરક્રાફ્ટ, સ્પોર્ટ્સ બોટ , મોંઘી ઘડિયાળો, આર્ટિક જ્વેલરી, કોક અને લિગ્નાઈટ જેવી વસ્તુઓ પણ મોંઘી થઈ છે.
કયા ઉત્પાદનો પર લાગશે સૌથી વધુ ટેક્સ?
GST કાઉન્સિલે તાજેતરમાં ટેક્સ સ્લેબમાં મોટો ફેરફાર કર્યો છે. હવે મુખ્યત્વે બે જ સ્લેબ (slab) છે: 5% અને 18%. જોકે, સૌથી વધુ ટેક્સ સ્લેબ 40% નો છે, જેનો સામાન્ય લોકો પર ઓછી અસર પડશે. પહેલા ‘સિન ગુડ્સ’ પર 28% GST લાગતો હતો, પરંતુ હવે તે વધીને 40% થઈ ગયો છે. નીચે દર્શાવેલ વસ્તુઓ પર હવે વધુ ટેક્સ લાગશે:
ભારે એન્જિન (heavy engine)વાળી કાર (car) અને બાઈક (bike)
પેટ્રોલ કાર (petrol car) (1200CCથી વધુ)
ડીઝલ કાર (diesel car) (1500CCથી વધુ)
બાઈક (bike) (350CCથી વધુ)
તમાકુ (tobacco) ઉત્પાદનો
ગુટખા (gutkha)
ચાવવાનો તમાકુ (chewing tobacco)
સિગારેટ (cigarette)
સિગાર (cigar)
આ ડ્રિંક્સ (drinks) પર લાગશે વધુ ટેક્સ (tax)
કાર્બોનેટેડ ડ્રિંક્સ (carbonated drinks)
સુગર એડેડ કોલ્ડ ડ્રિંક્સ (sugar added cold drinks)
કેફીન યુક્ત ડ્રિંક્સ (caffeinated drinks)
ગ્રાહકોને કઈ વસ્તુઓમાં મળશે લાભ?
GST 2.0 લાગુ થવાથી ઘણી વસ્તુઓ સસ્તી થઈ છે, જેનો સીધો ફાયદો ગ્રાહકોને થશે. 22 સપ્ટેમ્બરથી સાબુ , શેમ્પૂ , બેબી ડાયપર, ટૂથપેસ્ટ, રેઝર અને આફ્ટર-શેવ લોશન સહિતની ઘણી વસ્તુઓ સસ્તી થઈ છે. કંપનીઓએ પણ નવી કિંમતની યાદી બહાર પાડી છે, જેથી ગ્રાહકો જૂના અને નવા ભાવમાં સરળતાથી તફાવત સમજી શકે.