કોરોના મહામારી વચ્ચે અર્થતંત્રમાં સુધારો થવાના સંકેત, ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન 1 લાખ કરોડને વટાવી ગયું…

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

02 નવેમ્બર 2020 

ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન 1 લાખ કરોડને વટાવી ગયું, વૈશ્વિક મહામારી કોરોના સંકટને કારણે ખાડે પડેલી દેશની અર્થવ્યવસ્થા ધીમે ધીમે પાટા પર ચડી રહી  છે. ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન (જીએસટી કલેક્શન) થી લઈને યુપીઆઈ ટ્રાન્ઝેક્શન્સમાં જબરદસ્ત વધારો અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) ને ઓટો વેચાણથી રોકાણના અદ્ભુત આંકડાઓથી દેશની આર્થિક સ્થિતિમાં સુધારો થયો છે. 

 

ફેબ્રુઆરી પછી દેશમાં પહેલી વખત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) ના કલેક્શનનો આંકડો એક લાખ કરોડ પાર પહોંચી ગયો છે. નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે સરકારને ઓક્ટોબરમાં કુલ 1,05,155 કરોડ રૂપિયાનું જીએસટી કલેક્શન મળ્યું છે. તેમા CGST 19,193 કરોડ રૂપિયા, SGST 25,411 કરોડ રૂપિયા IGST 52,540 કરોડ રૂપિયા થયું છે.

સરકારના જણાવ્યા મુજબ જીએસટી કલેક્શનમાં ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનાએ દસ ટકાનો વધારો થયો છે. ઓક્ટોબર 2019માં જીએસટી કલેક્શન 95,379 કરોડ રૂપિયા હતુ. આ મહિનામાં આયાત થકી આવક 9% વધારે છે. ઘરેલું સ્તરે ટ્રાન્ઝેક્શનના આધારે જીએસટીની આવકમાં 11 ટકાનો વધારો થયો છે. જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરની તુલનામાં જીએસટીની આવકમાં વૃદ્ધિ ક્રમશ: -14%, -8% અને 5% રહી છે. આ આંકડા પરથી માની શકાય છે કે અર્થતંત્ર ધીરે ધીરે પાટા પર આવી રહ્યું છે.

નોંધનીય છે કે જીએસટીમાં આ વધારો એટલા માટે થયો છે કારણ કે સરકાર અનલોક પ્રક્રિયા હેઠળ ઘણી છૂટ આપી રહી છે. આને કારણે આર્થિક પ્રવૃત્તિઓ પણ જોર પકડી રહી છે. આ સિવાય આંતરરાષ્ટ્રીય વેપાર પણ શરૂ થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના રોગચાળાને રોકવા માટે લાદવામાં આવેલા લોકડાઉનના લીધે આઠ મહિના જેટલા સમયગાળા સુધી GST કલેક્શન એક લાખ કરોડની નીચે રહ્યું હતું. જો કે, આ તેજી કામચલાઉ પણ હોઈ શકે છે. નિષ્ણાંતો માને છે કે તહેવારોની સીઝનને કારણે બજારમાં સારી માંગ છે, જે આગામી સમયમાં સ્થિર થઈ શકે છે

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!