કેન્દ્ર સરકાર માટે સારા સમાચાર, ઓગસ્ટમાં જીએસટી કલેક્શન આટલા લાખ કરોડ થયું; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 01 સપ્ટેમ્બર, 2021 

બુધવાર

જીડીપીના આંકડામાં સુધારા બાદ હવે ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ એટલે કે જીએસટી કલેક્શન અંગે સારા સામાચાર આવ્યા છે. 

જીએસટી રેવેન્યુ કલેક્શન એક વખત ફરી એક લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું છે.

ઓગસ્ટમાં જીએસટી કલેક્શન ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનાએ 30 ટકા વધીને 1.12 લાખ કરોડ થયું છે. 

જો કે ઓગસ્ટનું જીએસટી કલેક્શન જુલાઈના જીએસટી કલેક્શન 1.16 લાખ કરોડ કરતાં ઓછું છે. 

ઓગસ્ટના જીએસટી કલેક્શનમાં સીજીએસટીનો ફાળો 20,522 કરોડ રુપિયા, એસજીએસટીનો ફાળો 26,605 કરોડ રુપિયા અને આઇજીએસટીનો ફાળો 56,247 કરોડ રુપિયા છે. તેમા 26,884 કરોડ રુપિયાનો જીએસટી આયાત વેરા પેટે આવ્યો છે. તેમા સેસના 8,464 કરોડ રુપિયા છે. 

નાણા મંત્રાલયના જણાવ્યાનુસાર ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનાએ આ વર્ષે જીએસટી કલેક્શન 30 ટકા વધારે છે.

દિલીપ કુમારના પત્ની સાયરા બાનુની તબિયત લથડી, મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ; જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More