ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 02 માર્ચ 2022
બુધવાર
મોદી સરકાર દ્વારા ફેબ્રુઆરી 2022 માટે જીએસટી કલેક્શનના આંકડા જાહેર કરવામાં આવ્યા છે.
ફેબ્રુઆરી, 2022માં જીએસટી કલેક્શન 1,33,026 કરોડ રૂપિયા રહ્યું છે.
ખાસ વાત છે કે આ પાંચમી વખત છે જ્યારે GST કલેક્શન રૂ. 1.30 લાખ કરોડને વટાવી ગયું છે.
ફેબ્રુઆરી 2022 માં, GST કલેક્શન ફેબ્રુઆરી 2021 કરતાં 18 ટકા વધુ છે, જ્યારે ફેબ્રુઆરી 2020 ની સરખામણીમાં સંગ્રહમાં 26 ટકાનો વધારો થયો છે.
ફેબ્રુઆરી 2022માં જીએસટી કલેક્શન રૂ. 1,33,026 કરોડ હતું. CGST કલેક્શન રૂ. 24,435 કરોડ, SGST રૂ. 30,779 કરોડ, IGST રૂ. 67,471 કરોડ અને સેસ રૂ. 10,340 કરોડ છે.
ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી, 2022માં જીએસટી ક્લેક્શન 1,40,986 કરોડ રૂપિયા રહ્યું હતું. ઓમિક્રોનને કારણે જાન્યુઆરીની સરખામણીમાં ફેબ્રુઆરીના જીએસટી કલેક્શન ઓછું રહ્યું છે.