ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,31 ડિસેમ્બર 2021
શુક્રવાર.
નાણામંત્રી નિર્મલા સીતારામણની આગેવાનીમાં દિલ્હીમાં મળેલી GST કાઉન્સિલિંગની 46મી બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવાયા છે.
મીડિયાને સંબોધિત કરતા નાણામંત્રી નિર્મલા સીતારામણે કહ્યું કે કાઉન્સિલિંગે ટેક્સટાઈલ પરનો જીએસટી 5 ટકા જાળવી રાખવાનો નિર્ણય લીધો છે.
આ નિર્ણયથી સામાન્ય માણસને મોટી રાહત મળશે. નવા વર્ષમાં હવે રેડીમેડ કપડા મોંઘા નહીં થાય.
જીએસટી કાઉન્સિલની આ પહેલાની બેઠકમાં ટેક્સટાઈલ અને જૂતા ચંપલ પર જીએસટી રેટ વધારવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે મુજબ 1 જાન્યુઆરીથી દર 5 ટકા ટેક્સી જગ્યાએ 12 ટકા ટેક્સ થવા જઈ રહ્યો હતો.
મહત્વનું છે કે GST એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ પરના તમામ નિર્ણયો GST કાઉન્સિલ દ્વારા લેવામાં આવે છે.
આ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય નાણા પ્રધાને કરી. તેમજ રાજ્યોના નાણા પ્રધાનો પણ તેમાં ભાગ લીધો.
વાહ! હવે દહિસર-ભાઈંદર વધુ નજીક આવશે. BMC એ લીધો આ નિર્ણય; જાણો વિગત