ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 07 માર્ચ, 2022,
સોમવાર,
મોંઘવારીનો વાર સહન કરી કરેલા સામાન્ય નાગરિકોને આગામી દિવસમાં વધુ ઝટકો લાગવાનો છે. આગામી દિવસમાં ખાદ્ય તેલ, મસાલા, ચા-કોફી, ખાંડ, મીઠાઈ, ઈન્સ્યુલિન જેવી જીવન રક્ષક દવાઓ સહિતની વસ્તુઓ મોંધી થઈ શકે છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલની આગામી 47મી બેઠકમાં GST ના લઘુતમ દર (મિનિમમ સ્લેબ) પાંચ ટકાથી વધારીને આઠ ટકા કરવા બાબતે નિર્ણય લેવામાં આવે એવી શક્યતા છે. તેથી જો આ મિનિમમ સ્લેબ જો હટી ગયો તો તમામ વસ્તુઓ મોંઘી થઈ શકે છે.
મોંઘી થનારી વસ્તુઓમાં ખાદ્ય તેલ, મસાલા, ચા-કોફી, ખાંડ, મીઠાઈ, કાજુ, બરફ, ઈન્સ્યુલિન જેવી લાઈફ સેવિંગ ડ્રગ્સનો સમાવેશ થાય છે. વોકિંગ સ્ટીક્સ, દિવ્યાંગોની એસેસરીઝ, એપ્લાયન્સીસ, બાયોગેસ, ખાતર, અગરબત્તી, કોલસો, ફ્લાય એશ બ્લોક્સ, આરસપહાણનો કાટમાળ, મેલ-ફ્લોર કવરિંગ, વિન્ડ મિલ આધારિત ચક્કી કે પવન ચક્કી, નેચર કોર્કનો સમાવેશ થાય છે.
એ સિવાય પરિવહન સેવા પણ મોંઘી થઈ શકે છે. ઈઁધણ ખર્ચ વિના મોટર કેબના ભાડાં, એ.સી વાહનો તેમ જ ટેક્સીઓની સર્વિસ, એરક્રાફ્ટ લીઝ, તીર્થયાત્રા માટે હવાઈ માર્ગ પરિવહન, ચાર્ટર્ડ ફ્લાઈટનો પણ તેમાં સમાવેશ થાય છે. ટુર ઓપરેટિંગ સર્વિસનો પણ તેમાં સમાવેશ થાય છે. એ સાથે જ પ્રિન્ટ મિડિયા એડવર્ટાઈઝિંગ સ્પેસ, ન્યુઝ પેપર પ્રિન્ટિંગમાં રોજગારી, દેશની બહાર વહાણોમાં માલ મોકલવો પણ મોંઘુ પડશે.
રશિયા-યુક્રેનના યુદ્ધથી પામ ઓઈલના ભાવમાં ભડકો.. સૌથી સસ્તું તેલ થશે હજી મોંઘુ… જાણો વિગત
GSTનો મિનિમ સ્લેબ હટાવવાની સાથે જ રેવેન્યુ વધારવા માટે ખાદ્ય પૂરતા કેન્દ્ર પર રાજ્યોની નિર્ભરતા ખતમ કરીને
GST સિસ્ટમમાં છૂટ ધરાવતા ઉત્પાદનોની યાદીમાં પણ ફેરફાર શક્ય હોવાનું કહેવામાં આવે છે.
રાજ્યોના નાણા મંત્રીઓનું એક જૂથ GST કાઉન્સિલને આ મહિનાના અંત સુધીમાં પોતાનો રિપોર્ટ સોંપી શકે છે. તેમાં સૌથી નીચલા સ્લેબને વધારવા અને સ્લેબને તર્કસંગત બનાવવા માટે અનેક સૂચના અપાઈ શકે છે.
હાલ GST સ્લેબમાં 5%, 12%, 18% અને 28% એમ ચાર સ્લેબ છે. જીવનજરૂરિયાતની વસ્તુઓને આ સ્લેબમાં છૂટ મળી છે. અથવા સૌથી નીચલા સ્લેબમાં રાખવામાં આવી છે. તો લક્ઝુરીયલ વસ્તુઓને સૌથી ઊંચા ટેક્સ સ્લેબ મા રાખવામાં આવી છે.