Site icon

માલ ભાડા પર જીએસટીની છૂટ રદ થતા વેપારી સંગઠન નારાજ- હવે વેપાર પર આ અસર થશે

News Continuous Bureau | Mumbai

સામાન્ય નાગરિકોનો પહેલાથી મોંધવારી(Inflation)નો માર સહન કરી રહ્યા છે. હવે ફરી એક વખત સામાન્ય નાગરિકની સાથે જ વેપારી(Traders) આલમને પણ ગુડ્સ સર્વિસ ટેક્સ (GST)ને કારણે નવી મુસીબતનો સામનો કરવો પડવાનો છે. ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરનારાઓ માટે GSTની જોગવાઈઓમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. અત્યાર સુધી 750 રૂપિયા સુધીના ભાડાને GSTની બહાર રાખવામાં આવતું હતું.  સંપૂર્ણ વાહનના ભાડાના કિસ્સામાં, કાર દીઠ 1500 રૂપિયા સુધી ટેક્સ ફ્રી ભાડાની રકમ હતી, પરંતુ હવે માલના ભાડા  પર GSTમાં આ છૂટ સમાપ્ત થઈ ગઈ છે.

Join Our WhatsApp Community

કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના મુંબઈ પ્રાંતના અધ્યક્ષ અને અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું હતું કે GSTમાં થયેલા ફેરફારોથી વેપારીઓની મુશ્કેલીઓ વધી છે. સતત થતા ફેરફારોને કારણે વેપારીઓ, ટેક્સ પ્રેક્ટિશનરો અને અધિકારીઓ પણ પરેશાન છે. તેમાં હવે માલના ભાડા પર GSTમાં મળનારી છૂટ સમાપ્ત કરી નાખવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : એકવાર સંજય રાઉત મળે. તો હું તેને ચપ્પલે ચપ્પલે એ મારીશ. એક વૃદ્ધ મહિલાની હૈયા વરાળ.

શંકર  ઠક્કરના જણાવ્યા મુજબ ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરનારા માટે GSTમાં રહેલી જોગવાઈમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. અત્યાર સુધી 750 રૂપિયા સુધીના ભાડાને GSTથી બાકાત રાખવામાં આવ્યું હતું. તો પૂરી ગાડીનું ભાડું આપનારે પણ ટેક્સ ફ્રી ભાડાની રમક 1500 રૂપિયા પ્રતિ ગાડી સુધીની હતી. પરંતુ હવે માલ ભાડા પર GSTમાં મળનારી આ છૂટને પણ સમાપ્ત કરી નાખવામાં આવી છે. ટ્રાન્સપોર્ટ એજેન્સીને આપવામાં આવનારા દરેક પ્રકારના માલ ભાડા પર હવે GST ચૂકવવો પડશે.

આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસ પાર્ટીને મળશે નવા અધ્યક્ષ-રાહુલ પ્રથમ પસંદગી- જો ઈનકાર કરે તો આ વ્યક્તિ પર ઢોળાશે કળશ

આ બાબતે  એક વરિષ્ઠ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના જણાવ્યા મુજબ કે GSTની રકમ દરેક વેપારીએ રિવર્સ ચાર્જ હેઠળ જમા કરાવવાની રહેશે. આ ચૂકવેલ રકમનો ઉપયોગ વ્યવસાયિકો ઇનપુટ ટેક્સ ક્રેડિટ તરીકે કરી શકે છે. જો ટ્રાન્સપોર્ટર ઇચ્છે તો તેઓ ફોરવર્ડ ચાર્જનો વિકલ્પ પસંદ કરી શકે છે અને માલની સાથે વેપારી પાસેથી GST વસૂલ કરી સરકારના ખાતામાં જ જમા કરી શકે છે.

CAITના  જનરલ સેક્રેટરી તરુણ જૈને જણાવ્યું હતું કે GST લાગુ થયા પછી 1100 થી વધુ ફેરફારો કરવામાં આવ્યા છે, આ રીતે દરરોજ થઈ રહેલા ફેરફારોથી દરેક જણ પરેશાન છે, કેટલાક ફેરફારો અધિકારીઓને પણ સમજાતું નથી. માલભાડા પરના GSTને કારણે વેપારીઓને  તો હેરાન થવું જ પડશે પણ છેવટે તેનો બોજો સામાન્ય નાગરિક પર જ આવવાનો છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈના રસ્તા ઉપર સફર કરનારાઓ માટે મોટા સમાચાર- આજે વીઆઈપી મુવમેન્ટ હોવાને કારણે આ રસ્તા ઉપર જવાનું ટાળજો

 

Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version