News Continuous Bureau | Mumbai
દેશમાં એક સમાન વસ્તુ તેમજ સેવા શુલ્ક – ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) સિસ્ટમને આ વર્ષે જુલાઈમાં દેશમાં પાંચ વર્ષ પૂર્ણ થયા છે, પરંતુ તેની ગૂંચવણો ખતમ થવાનું નામ નથી લઈ રહી. GSTના અમલીકરણ અને નોટિફિકેશનને લઈને વિવાદો અવારનવાર સામે આવતા રહે છે. રોટલી અને પરાઠા પરના અલગ-અલગ GST દરમાં પણ આવું જ કંઈક છે.
જો તમને પણ પરોઠાનો સ્વાદ દાઢે વળગ્યો હોય અને આજના સમયમાં રેડી ટુ ઈટ પરોઠાના પેકેટ હાથવગા લાગી રહ્યા હોય તો હવે તમારે 18 ટકા GST ચૂકવવો પડશે, પરંતુ જો તમારે રોટલી ખાવી હોય તો સસ્તી પડશે. કારણ કે રોટલી પર માત્ર પાંચ ટકા ટેક્સ લાગશે.
મીડિયામાં પ્રસારિત અહેવાલો મુજબ ગુજરાત એપેલેટ ઓથોરિટી ઓફ એડવાન્સ રુલિંગ એટલે કે GAAR એ પરાઠા અને રોટલી ને અલગ-અલગ ધ્યાનમાં લેતા પરાઠા પર ઊંચા GST દર વસૂલવાનું કહ્યું છે. સૂચનાઓ બાદ હવે પરાઠા પર 18 ટકા જીએસટીની જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે સ્પષ્ટ છે કે હોટલમાં પરાઠા હવે વધુ મોંઘા થઈ શકે છે. કારણ કે તેમને વધારે GST ચૂકવવો પડશે.
આ સમાચાર પણ વાંચો : Jio એ આપ્યો મોટો ઝટકો- 5G શરૂ થતાં જ બંધ કર્યા આ 12 રિચાર્જ પ્લાન- ગ્રાહકોને મોટું નુકસાન
GAARના બે સભ્યો વિવેક રંજન અને મિલિંદ તોરવણેની બેન્ચે આ નિર્ણય આપ્યો છે. બેન્ચે કહ્યું કે પરાઠા એ સાદી રોટલીથી અલગ છે અને આ બંનેને એક જ કેટેગરીમાં મૂકી શકાય નહીં. તેથી, રોટલીનો 5 ટકા GST દર પરાઠા પર લાગુ થઈ શકે નહીં. ઓથોરિટીએ નિર્દેશ આપ્યો છે કે પરાઠાને 18 ટકાની GST શ્રેણીમાં રાખવામાં આવે અને આ દરોના આધારે જ તેના પર ટેક્સ વસૂલવામાં આવે.
વાત જાણે એમ છે કે, અમદાવાદની વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝે પરાઠા પરના જીએસટી અંગે અપીલ કરી હતી. કંપનીએ દલીલ કરી હતી કે પરાઠા અને રોટલીમાં બહુ તફાવત નથી. બંનેમાં સમાન મુખ્ય ઘટકો મિશ્ર કરવામાં આવે છે અને તેને બનાવવાની પ્રક્રિયા અને ઉપયોગ પણ સમાન છે, જેના કારણે પરાઠા પર પણ રોટલીના સમાન દરે 5 ટકા જીએસટી લાગવો જોઈએ.
જો કે, ઓથોરિટીએ કહ્યું કે ભલે લોટનો ઉપયોગ પરાઠા અને રોટલી બંનેમાં બેઝ તરીકે થાય છે, પરંતુ પરાઠામાં તેલ, મીઠું, એન્ટીઑકિસડન્ટો, બટાકા, શાકભાજી (સ્ટફ) વગેરે જેવા અન્ય ઘણા ઘટકોનો ઉપયોગ થાય છે. આવી સ્થિતિમાં, ભલે બંનેનો આધાર સમાન હોય, પરંતુ અન્ય ઘટકોના મિશ્રણને કારણે, રોટલી અને પરાઠાને એક તરીકે ગણી શકાય નહીં અને તેના આધારે બંનેને સમાન GST શ્રેણીમાં રાખી શકાય નહીં. તે જ સમયે, વધારાની સામગ્રીના કારણે, તેને ઉચ્ચ ટેક્સ શ્રેણીમાં રાખવો જોઈએ.
આ સમાચાર પણ વાંચો : જિમમાં યુવતીઓ આમને-સામને- કસરત કરવા બાબતે જામી પડી- એકબીજાના ખેંચ્યા વાળ- જુઓ વિડીયો
જાણો શું છે મામલો
તાજેતરમાં ઓથોરિટી ફોર એડવાન્સ રુલિંગની અમદાવાદ બેન્ચે 18 ટકા GSTની જોગવાઈ કરી હતી. કંપનીએ આ નિર્ણય સામે અપીલ કરી, જેના પર બે સભ્યોની બેન્ચે કહ્યું કે કંપની દ્વારા ઉત્પાદિત પરાઠામાં 36 થી 62 ટકા લોટ અથવા મેંદો હોય છે. આ ઉપરાંત તેમાં બટેટા, મૂળો અને ડુંગળી જેવી શાકભાજીનો પણ સમાવેશ થાય છે. તેમજ તેમાં પાણી, મીઠું અને તેલ પણ હોય છે. પરંતુ રોટલીમાં માત્ર લોટ અને પાણી હોય છે.