News Continuous Bureau | Mumbai
GST On Petrol Diesel: દેશમાં લાંબા સમયથી પેટ્રોલ-ડીઝલને GST હેઠળ લાવવાની માંગ કરવામાં આવી રહી છે, જો આમ થશે તો દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ( Petrol-Diesel prices ) મોટો ઘટાડો થઈ શકે છે. હાલમાં દેશના અલગ-અલગ રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અલગ-અલગ છે. દિલ્હીમાં હાલ પેટ્રોલ અને ડીઝલના ભાવ સરેરાશ નીચા છે, પરંતુ અન્ય સ્થળોએ પેટ્રોલ 100ની ઉપર અને ડીઝલ 100ની નજીક પહોંચી ગયું છે.
હાલમાં દિલ્હીમાં પેટ્રોલની મૂળ કિંમત 55.46 રૂપિયા છે. આના પર રૂ. 19.90ની એક્સાઇઝ ડ્યુટી ( Excise duty ) અને રૂ. 15.39નો વેટ લાગુ પડે છે. આ પછી, પરિવહન ખર્ચ અને ડીલર કમિશન અનુક્રમે 20 પૈસા અને 3.77 રૂપિયા છે. આ કિસ્સામાં, અંતિમ કિંમત 94.72 રૂપિયા રહે છે.
GST On Petrol Diesel: હાલ દિલ્હીમાં પેટ્રોલની કિંમત રુ. 87.62 છે..
તે જ સમયે, દિલ્હીમાં ડીઝલની મૂળ કિંમત 56.20 રૂપિયા છે. આના પર રૂ. 15.80ની એક્સાઇઝ ડ્યુટી અને રૂ. 12.82નો વેટ લાગુ પડે છે. આ પછી, પરિવહન ખર્ચ અને ડીલર કમિશન અનુક્રમે 22 પૈસા અને 2.58 રૂપિયા છે. આ કિસ્સામાં ડિઝલની અંતિમ કિંમત 87.62 રૂપિયા છે.
જો પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવામાં આવે તો દેશને ઘણો ફાયદો થશે, કારણ કે GSTનો મહત્તમ દર 28 ટકા છે. દિલ્હીમાં પેટ્રોલની મૂળ કિંમત 55.46 રૂપિયા છે. જો તેના પર 28 ટકા GST લાદવામાં આવે તો ટેક્સ 15.58 રૂપિયા થઈ જાય જશે. તેમજ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ અને ડીલર કમિશન અનુક્રમે 20 પૈસા અને રૂ. 3.77 ઉમેર્યા પછી પણ અંતિમ કિંમત રૂ. 75.01 રહેશે, આવી સ્થિતિમાં પેટ્રોલ રૂ. 19.7 પ્રતિ લિટર સસ્તું થઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો: Mutual Funds SIP: તમારા બાળકના જન્મની સાથે જ તેનું ભવિષ્ય કરો સુરક્ષિત, દર મહિને આ યોજનામાં કરો માત્ર રુ. 5000નું રોકાણ; 18 વર્ષમાં બની જશો માલામાલ
GST On Petrol Diesel: GST લાગુ થતા જ પેટ્રોલ અને ડીઝલ સમગ્ર દેશમાં લગભગ સમાન કિંમતે ઉપલબ્ધ થશે….
ફરી એકવાર કેન્દ્રમાં ( Central Government ) પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયની જવાબદારી સંભાળી રહેલા મંત્રી હરદીપ પુરીએ તેનો ચાર્જ સંભાળતાની સાથે જ પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા અંગે મોટી જાહેરાત કરી હતી. તેમણે નિવેદન આપતા કહ્યું હતું કે, આ વખતે કેન્દ્ર સરકાર પેટ્રોલ, ડીઝલ અને કુદરતી ગેસ જેવી ચીજવસ્તુઓને જીએસટીના દાયરામાં લાવવાનો પ્રયાસ કરશે. તેનાથી સામાન્ય લોકોને મોટી રાહત મળશે. તેમજ GSTમાં પેટ્રોલિયમ ઉત્પાદનોનો સમાવેશ કરવાથી માત્ર ઓઇલ કંપનીઓને ઇનપુટ્સ પર ચૂકવવામાં આવતા ટેક્સને ઘટાડવામાં મદદ મળશે નહીં, પરંતુ સમગ્ર દેશમાં ઇંધણ પરના ટેક્સમાં એકરૂપતા પણ આવશે. આનો અર્થ એ છે કે પેટ્રોલ અને ડીઝલ સમગ્ર દેશમાં લગભગ સમાન કિંમતે ઉપલબ્ધ થશે.
નોંધનીય છે કે GST 1 જુલાઈ, 2017 ના રોજ લાગુ કરવામાં આવ્યો હતો, તેમાં એક ડઝનથી વધુ કેન્દ્રીય અને રાજ્ય શુલ્ક સામેલ હતા. વાસ્તવમાં, GST કાઉન્સિલની 53મી બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ( Nirmala Sitharaman ) કહ્યું કે, કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવા માટે તૈયાર છે. હવે રાજ્યોએ આ અંગે નિર્ણય લેવાનો છે અને સાથે મળીને તેના દર નક્કી કરવાના છે. જો GSTના દર પર સહમતિ થાય અને પેટ્રોલિયમ ઉત્પાદનો પર મહત્તમ 28 ટકા ટેક્સ લાદવામાં આવે તો પણ સામાન્ય લોકોને પેટ્રોલ પર 19.71 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર 12.83 રૂપિયા પ્રતિ લિટરની રાહત મળશે. જો કે, આની અસર સરકારોને ટેક્સના સ્વરૂપમાં થતી આવક પર પડી શકે છે.
આ સમાચાર પણ વાંચો: Starlink Mini: એલોન મસ્કની મોટી જાહેરાત! જંગલ હોય કે પર્વતો, ગમે ત્યાં સુપરફાસ્ટ ઇન્ટરનેટ ચલાવો, સ્પેસ એક્સે સ્ટારલિંક મીની લોન્ચ કર્યું , જાણો શું છે આની વિશેષતાઓ..