કોરોનાની બીજી લહેરે સમગ્ર દેશને તાબામાં લેવા છતા નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ માસમાં જ જીએસટી કલેક્શન રેકોર્ડ હાઈ સ્તરે પહોંચ્યું છે.
નાણા મંત્રાલયે જાહેર કરેલા આંકડા અનુસાર એપ્રિલ, 2021 માં જીએસટી કલેક્શન રેકોર્ડ 1.41 લાખ કરોડ પર પહોંચ્યું છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ માર્ચ મહિનામાં જીએસટી વસુલાત રૂ. 1.23 લાખ કરોડ રહી હતી.
મહામારીના સમયગાળા વચ્ચે આ સતત પાંચમી વખત જીએસટી કલેક્શન 1.1 લાખ કરોડથી ઉપર રહ્યું છે.
શું 3 તારીખ પછી રાષ્ટ્રીય લોકડાઉન લાગશે? એક મેસેજ વાયરલ થયો છે. શું છે હકીકત?
