News Continuous Bureau | Mumbai
એશિયાના ટોચના ધનાઢ્યોમાં ભારતના બે ગુજરાતીઓનો સમાવેશ થાય છે. ગુજરાતીઓ વેપાર-ધંધા સહિત દરેક ક્ષેત્રમાં અગ્રેસર છે, તેમ ટેક્સ ભરવામાં પણ ગુજરાતીઓને કોઈ પહોંચે એમ નથી. ચાલુ વર્ષમાં ગુજરાતમાં 41 ટકા વધારે એડવાન્સ ટેક્સ ચૂકવવામાં આવ્યો છે.
કોરોના મહામારીમાં ઉદ્યોગ ધંધાને મોટા પ્રમાણમાં અસર થઈ છે, પણ તેની અસર ભારતના ટોચના ઉદ્યોગ ગૃહોને થઈ હોય એવું જણાતું નથી. તેમ ટેક્સ ચૂકવવામાં પણ ગુજરાતના ઉદ્યોગગૃહો અને ગુજરાતી ઉદ્યોગપતિઓ અગ્રેસર રહ્યા છે. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ ના જણાવ્યા મુજબ ચાલુ વર્ષમાં 41 ટકા વધારે એડવાન્સ ટેક્સ ચૂકવવામાં આવ્યો છે. ગત વર્ષથી 10 હજાર કરોડ વધુ છે. એટલે કુલ 61,800 કરોડ રૂપિયાના ટાર્ગેટ સામે 68,900 કરોડ રૂપિયા ટેક્સ પેટે ચૂકવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : નાના વેપારીઓને રાહત. ટેક્સ ભરવાથી ચૂકી ગયેલા વેપારી માટે ઠાકરે સરકારે જાહેર કરી અભય યોજના, આટલા ટકા ટેક્સ માફ કરાશે.. જાણો વિગતે
સૌથી વધુ એડવાન્સ ટેક્સ ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ અને સોફ્ટવેર સેકટરમાંથી આવ્યો છે. ઈન્કટેક્સને ગત વર્ષે 26,300 કરોડ રૂપિયાના એડવાન્સ ટેક્સ સામે વર્ષ 2021-22માં 37,000 કરોડ રૂપિયાનો એડવાન્સ ટેક્સ મળ્યો છે. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને આપવામાં આવેલા ટાર્ગેટ કરતા 50 ટકા વધુ ટેક્સ છે. આ વર્ષે ઈન્કમટેક્સ કલેક્શનનો આંક 72 હજાર કરોડ રૂપિયાને પાર કરશે એવો અંદાજ છે.
ગુજરાતમાં ઇન્કટેક્સ ચૂકવવામાં પાંચ સેક્ટર મોખરે રહ્યા છે, જેમાં ફાર્માસ્યુટિકલ 11 ટકા, કેમિકલ 10 ટકા, સોફ્ટવેર 21 ટકા, મશીનરી મેન્યુફેક્ચરિંગ પાંચ ટકા અને ટેક્સટાઈલ પાંચ ટકા એડવાન્સ ટેક્સ ચૂકવ્યો છે.