Site icon

FDI : FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ

FDI : નાણાકીય વર્ષ 2024માં ગુજરાતે $7.3 બિલિયન FDI પ્રાપ્ત કર્યું. ગુજરાતે ગત વર્ષની સરખામણીએ $2.6 બિલિયન વધુ FDI પ્રાપ્ત કર્યું, દેશમાં સૌથી વધુ

Gujarat leads the way in FDI inflows, 55 percent more FDI inflows in FY 2023-24

Gujarat leads the way in FDI inflows, 55 percent more FDI inflows in FY 2023-24

News Continuous Bureau | Mumbai

FDI : ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ( Ministry of Commerce and Industry ) ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ ( DPIIT ) દ્વારા બહાર પાડવામાં આવેલા નવા ડેટા અનુસાર, ગુજરાતમાં ( Gujarat ) આ વર્ષે પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI) પ્રવાહમાં દેશમાં સૌથી વધારે ગ્રોથ જોવા મળ્યો છે. 

Join Our WhatsApp Community

ગત નાણાકીય વર્ષમાં પ્રાપ્ત થયેલા $4.7 બિલિયન FDI પ્રવાહની સરખામણીએ નાણાકીય વર્ષ 2024માં ગુજરાતે 55 ટકાના વધારા સાથે $2.6 બિલિયન વધુ FDI પ્રાપ્ત કર્યું છે. આમ, ગુજરાતે નાણાકીય વર્ષ 2024માં $7.3 બિલિયન નવું FDI પ્રાપ્ત કરીને, કર્ણાટક અને દિલ્હીને આ બાબતે પાછળ છોડી દીધા છે અને FDI પ્રવાહમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. 

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના વિઝનને અનુરૂપ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં ઘણા ઉદ્યોગ-અનુકૂળ નિર્ણયો અને નીતિઓનો અમલ કર્યો છે, જેનું પરિણામ એ છે કે ગુજરાતે સતત ત્રણ નાણાકીય વર્ષ (2022,2023,2024)માં અનુક્રમે $2.7, $4.7 અને $7.3 બિલિયનનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ ( Foreign investment ) મેળવીને ઉત્તરોતર વૃદ્ધિ નોંધાવી છે. 

ગુજરાતને સતત પ્રાપ્ત થનાર FDIના પ્રવાહ અંગે, ગુજરાતના ઉદ્યોગ અને ખાણ વિભાગના મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, “આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સુનિશ્વિત કરી રહ્યા છે કે ગુજરાતમાં રોકાણ અને વ્યવસાય માટે અત્યાધુનિક ઔદ્યોગિક માળખાકીય સુવિધાઓ અને ઉદ્યોગોને અનુકૂળ નીતિઓ ઉપલબ્ધ કરાવવામાં આવે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીશ્રીના વિશેષ પ્રયાસોને કારણે, ગુજરાતે સેમિકન્ડક્ટર જેવા મોટા ક્ષેત્રોમાં પણ મોટું રોકાણ પ્રાપ્ત કર્યું છે.”

આ સમાચાર પણ વાંચો:  BIS: સ્ટેનલેસ સ્ટીલ અને એલ્યુમિનિયમના વાસણો માટે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS)નું અનુપાલન ફરજિયાત

FDI : ગુજરાતમાં સતત FDI પ્રવાહની વૃદ્ધિના કારણો

ગુજરાતમાં FDIના પ્રવાહમાં વૃદ્ધિના મુખ્ય કારણોમાં અત્યાધુનિક ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગોને અનુકૂળ નીતિઓ અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસનો સમાવેશ થાય છે. ક્લસ્ટર-આધારિત ઔદ્યોગિક વસાહતો જેમ કે GIFT સિટી, સાણંદ GIDC, ધોલેરા SIR (સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન), અને માંડલ બેચરાજી SIR પણ FDIના પ્રવાહમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ કારણે જ નાણાકીય વર્ષ 2024માં ગુજરાતે સેમિકન્ડક્ટર સેક્ટર જેવા મોટા પ્રોજેક્ટ્સમાં પણ મોટાપાયે રોકાણ પ્રાપ્ત કર્યું છે. 

તે સિવાય, છેલ્લા ત્રણ વર્ષમાં રિન્યુએબલ એનર્જી, સેમિકન્ડક્ટર અને ઈલેક્ટ્રોનિક્સ પોલિસી જેવી ક્ષેત્ર-વિશિષ્ટ નીતિઓના અસરકારક અમલીકરણના લીધે પણ FDIનો પ્રવાહ વધ્યો છે. ઉદ્યોગોને નવા પ્લાન્ટ સ્થાપિત કરવા માટે સરકાર દ્વારા વિવિધ આર્થિક પ્રોત્સાહનો, જમીનની ફાળવણીમાં સરળતા અને પારદર્શિતા અને ખર્ચ ઘટાડવાના પ્રયાસોએ પણ ગુજરાતમાં FDIના પ્રવાહને પ્રોત્સાહન આપ્યું છે. આ ઉપરાંત વાયબ્રન્ટ ગુજરાત કાર્યક્રમે પણ રાજ્યમાં રોકાણ આકર્ષવામાં મોટી ભૂમિકા ભજવી છે. આ વર્ષે જાન્યુઆરીમાં યોજાયેલી આઝાદીના અમૃતકાળની પ્રથમ વાયબ્રન્ટ સમિટ પણ ઘણી સફળ રહી છે.

FDI :  FDI પ્રવાહમાં દેશના ટોચના 5 રાજ્ય

નાણાકીય વર્ષ 2024માં કુલ $15.1 બિલિયન ડોલરના FDIના પ્રવાહ સાથે મહારાષ્ટ્ર આ યાદીમાં ટોચ પર છે, ત્યારબાદ ગુજરાત $7.3 બિલિયન સાથે બીજા ક્રમે છે. કર્ણાટક, દિલ્હી અને તેલંગાણા અનુક્રમે $6.6 બિલિયન, $6.5 બિલિયન અને $3 બિલિયનના FDI ના પ્રવાહ સાથે ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાને છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર પણ વાંચો: Today’s Horoscope : આજે ૬ જુલાઈ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Osama bin Laden: CIA એ કર્યો મોટો પર્દાફાશ: ઓસામાથી લઈને પાક.ના પરમાણુ શસ્ત્રો સુધી… પૂર્વ અધિકારીએ કર્યા ચોંકાવનારા ખુલાસા
UPI Help: UPI માં હવે કોઈ સમસ્યા નહીં! NPCIનું નવું ‘UPI હેલ્પ’ AI કેવી રીતે કરશે તમારા વ્યવહારોને સરળ?
Antilia: ‘એન્ટિલિયા’ કરતાં વધુ મોંઘી અને ઊંચી! મુંબઈમાં બની રહેલી આ ગગનચુંબી ઇમારત વિશે જાણો.
Bangladeshi infiltrators: બાંગ્લાદેશી ઘૂસણખોરોની હવે ખેર નથી; રાજ્ય સરકારે લીધો ‘આ’ મહત્વનો નિર્ણય
Exit mobile version