ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
05 જાન્યુઆરી 2021
સૌરવ ગાંગૂલીને શનિવારે ટ્રેડમિલ પર કસરત કરતા કરતા હાર્ટ એટેક આવ્યો હતો અને તેની એન્જિયોપ્લાસ્ટી કરવી પડી હતી. કોલકાતાની વુડલેન્ડ હોસ્પિટલ એ ત્યારબાદ ટ્વિટ કરી જાણ કરી કે ગાંગૂલીની તબિયત સ્થિર છે. હવે કોઈ ખતરો નથી. આથી તેમણે ઘરે જઈ આરામ કરવાની સલાહ આપવામા આવી છે.
ગાંગૂલીને હાર્ટ એટેક આવ્યાના સમાચાર વાયુવેગે ફેલાતા જ અદાણીની ફોર્ચ્યુન બ્રાંડ સોશિયલ મીડિયા યૂઝર્સના નિશાના પર આવી ગઈ હતી. લોકો ગાંગુલી અને તેલની મજાક ઉડાવી રહયાં હતાં. લોકોએ બ્રાંડ એંડોર્સમેંટ પર સવાલ ઉભા કરવાનું શરુ કરી દીધું. તેઓનું કહેવું હતું કે આ કંપની તેલને આયાત કરે છે અને ખબર નહીં સેલિબ્રિટીઝ જે વસ્તુઓની જાહેરાત કરે છે, તેઓ જાતે આ તેલનો ઉપયોગ કરે છે કે નહીં.!?
નોંધનીય છે કે, પૂર્વ ક્રિકેટ કીર્તિ આઝાદે ટ્વિટર પર ગાંગૂલીને જલ્દી સ્વસથ થવાની શુભકામના આપતા બ્રાંડના કેમ્પેઇનની ટીકા કરી છે. અને લખ્યું છે કે, "દાદા હંમેશા તપાસ કરી પ્રોડ઼કટ્સનું પ્રમોશન કરવું જોઇએ."
ફોર્ચ્યુયન કંપનીનો છે દબદબો અદાણી વિલમર ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપની છે. તે સોયાબીન, સરસો, રાઇશ બ્રાન અને મગફળીનું તેલ વેચવા સિવાય કંપની Alife બ્રાંડથી સાબુ અને સેનિટાઇઝરનું પણ વેચાણ કરે છે. કંપનીના આંકડા મુજબ 35 ટકા માર્કેટ શેરની સાથે પહેલા સ્થાન પર છે.
કંપનીના જાહેરાત સાથે જોડાયેલ એક અધિકારીએ જણાવ્યું કે, ગાંગુલીવાળી જાહેરાત તમામ પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવી છે. બ્રાન્ડની ક્રિએટિવિટી એજન્સી Ogilvy & Mather સમગ્ર મામલા પર નજર રાખી રહી છે. તેમજ તે કેમ્પેઈન પર પણ કામ કરી રહી છે.