News Continuous Bureau | Mumbai
HCL Q1 Result 2024: દેશની અગ્રણી IT કંપનીઓમાંની એક HCL ટેક્નોલોજીસ લિમિટેડએ ( HCL Tech ) શુક્રવારે તેના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા હતા. જેમાં ચાલુ નાણાકીય વર્ષનો પ્રથમ ત્રિમાસિક ગાળા કંપની માટે ઉત્તમ સાબિત થયો હતો. સ્ટોક એક્સચેન્જને ( Stock Exchange ) આપવામાં આવેલી માહિતી અનુસાર, પહેલા ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 4257 કરોડ રૂપિયા રહ્યો હતો. જે વાર્ષિક ધોરણે 20.46 ટકા વધુ હતો. એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં HCL ટેક્નોલોજીસ લિમિટેડનો નફો રૂ. 3534 કરોડ હતો.
HCLએ આ અંગે નિવેદન આપતા કહ્યું હતું કે, એપ્રિલથી જૂન 2024 સુધીમાં કંપનીની આવક 28,057 કરોડ રૂપિયા રહી છે. જે ગયા નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાની સરખામણીએ 6.70 ટકા વધુ છે. ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં કંપનીની આવક રૂ. 26,296 કરોડ હતી. ઉલ્લેખનીય છે કે, HCL ટેક્નોલોજીએ નાણાકીય વર્ષ 2024-25માં 3-5 ટકા આવક વૃદ્ધિની અપેક્ષા રાખી છે.
HCL Q1 Result 2024: HCL લિમિટેડે તેના ત્રિમાસિક પરિણામોની સાથે રૂ. 2ની ફેસ વેલ્યુ સાથે શેર દીઠ રૂ. 12 ના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે…
HCL લિમિટેડે તેના ત્રિમાસિક પરિણામોની સાથે રૂ. 2ની ફેસ વેલ્યુ સાથે શેર દીઠ રૂ. 12 ના વચગાળાના ડિવિડન્ડની ( dividend ) જાહેરાત કરી છે. કંપનીએ આ ડિવિડન્ડ માટેની રેકોર્ડ તારીખ 23 જુલાઈ 2024 નક્કી કરી છે. નોંધનીય છે કે, કંપની દ્વારા આમાં લાયક રોકાણકારોને ડિવિડન્ડ 1 ઓગસ્ટ, 2024ના રોજ ચૂકવવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Mukesh Ambani: મુકેશ અંબાણીએ અનંત અંબાણીના લગ્નમાં કરોડોનો ખર્ચ કર્યો, તેના કરતા 10,000 કરોડ રૂપિયાની આવક થઈ, આ શેરમાં આવ્યો જોરદાર ઉછાળો.. જાણો વિગતે..
તો બીજીત બાજુ દેશની સૌથી મોટી IT કંપની Tata Consultancy Services (TCS)નો ચોખ્ખો નફો ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે 8.7 ટકા વધીને હવે રૂ. 12,040 કરોડ થયો ગયો હતો. એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં TCSનો ચોખ્ખો નફો રૂ. 11,074 કરોડ હતો. ત્રિમાસિક પરિણામો ( Quarterly results ) બાદ શુક્રવારે કંપનીના શેરના ( Stock Market ) ભાવમાં 7 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.
ગુરુવારે એપ્રિલ-જૂન 2024 ક્વાર્ટર માટે તેના નાણાકીય પરિણામો જાહેર કરતા, ટાટા જૂથ કંપનીએ જણાવ્યું હતું કે તેની આવક જાન્યુઆરી-માર્ચ 2024 ક્વાર્ટરની સરખામણીમાં, સમીક્ષા હેઠળના સમયગાળામાં 5.4 ટકા વધીને રૂ. 62,613 કરોડ થઈ ગઈ હતી અને તેમાં નફો 3.1 ટકા ઘટ્યો હતો.
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)