Site icon

HDFCના ખાતાધારકો માટે મહત્વના સમાચાર- બેન્કો હવે પૈસા જમા કરવા પર વધુ ચાર્જ વસૂલશે

HDFC Bank Market-Cap: HDFC Bank rises to new heights, surpassing TCS to become India's second most valuable company

HDFC Bank Market-Cap: HDFC Bank rises to new heights, surpassing TCS to become India's second most valuable company

News Continuous Bureau | Mumbai

જો તમારું ખાતું પણ દેશની ખાનગી ક્ષેત્રની(private sector) સૌથી મોટી બેન્ક HDFCમાં છે તો તમારા માટે મહત્વના સમાચાર છે. એચડીએફસી બેન્કમાંથી(HDFC Bank) દરરોજ કરોડો લોકો લેણદેણ કરે છે ત્યારે બેન્કના આ નિર્ણયથી દરેક પર તેની અસર જોવા મળશે. વાસ્તવમાં, HCLR આધારિત લોન પર વ્યાજદરમાં(interest rates) વધારા બાદ હવે બેન્કે ખાતામાં રોકડ જમા કરવા પર લાગતા ચાર્જને પણ વધારવાનો નિર્ણય કર્યો છે.

Join Our WhatsApp Community

જો તમારું ખાતું પણ દેશની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેન્ક HDFCમાં છે તો તમારા માટે મહત્વના સમાચાર છે. એચડીએફસી બેન્કમાંથી દરરોજ કરોડો લોકો લેણદેણ કરે છે ત્યારે બેન્કના આ નિર્ણયથી દરેક પર તેની અસર જોવા મળશે. વાસ્તવમાં, HCLR આધારિત લોન પર વ્યાજદરમાં વધારા બાદ હવે બેન્કે ખાતામાં(bank account) રોકડ જમા કરવા પર લાગતા ચાર્જને પણ વધારવાનો નિર્ણય કર્યો છે. 1 નવેમ્બરથી બેન્કનો આ નવો નિર્ણય લાગૂ થશે. કેશ ડિપોઝિટ માટે ફ્રી લિમિટ પૂરી થયા બાદ આ ચાર્જની વસૂલાત કરાશે.

આ સમાચાર પણ વાંચો: ડોલરની વધી ઊંચાઈ- રૂપિયો આટલા પૈસા ગગડીને રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે પહોંચ્યો- જાણો આંકડા

બેન્ક તરફથી આ ખાતાઓ પર ચાર્જ વસૂલાશે

HDFC બેન્કની વેબસાઇટ પર દર્શાવાયેલી જાણકારી અનુસાર કરન્ટ એકાઉન્ટ(Current account), કરન્ટ ખાતુ, એસેટ કરન્ટ એકાઉન્ટ(Asset Current Account), રેગ્યુલર કરન્ટ એકાઉન્ટ(Regular Current Account) , ઇ-કોમર્સ કરન્ટ એકાઉન્ટ(E-Commerce Current Account), પ્રોફેશનલ કરન્ટ એકાઉન્ટ, એગ્રી કરન્ટ એકાઉન્ટ, ટ્રેડ કરન્ટ એકાઉન્ટ, ફ્લેક્સી કરન્ટ એકાઉન્ટ, હોસ્પિટલ/નર્સિંગ હોમ, મર્ચન્ટ એડવાન્ટેજ કરન્ટ એકાઉન્ટ વગેરે પર આ ચાર્જની વસૂલાત કરાશે. પહેલા જાહેર કરાયેલી ફ્રી લિમિટ બાદ 3 રૂપિયા પ્રતિ એક હજાર અથવા ઓછામાં ઓછા 50 રૂપિયા એક ટ્રાન્ઝેક્શન(transaction)  પર લેવામાં આવે છે. પરંતુ હવે 1 નવેમ્બરથી બેન્ક તરફથી પ્રતિ એક હજાર રૂપિયા પર 3.5 રૂપિયાની વસૂલાત કરાશે. પરંતુ ટ્રાન્ઝેક્શન પર લાગતો ચાર્જ 50 રૂપિયા જ રહેશે.

સેવિંગ એકાઉન્ટ(Savings Account)પર કોઇ ચાર્જ નહીં લાગે

જો કે જેમનું સેવિંગ એકાઉન્ટ છે તેમના માટે રાહતના સમાચાર છે. HDFC બેન્ક તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ ચાર્જ માત્ર કરન્ટ હોલ્ડર્સ માટે વધારાયો છે જેમણે કોઇ ખાસ સર્વિસ લીધી છે. બચત ખાતાધારકો માટે ચાર્જમાં કોઇપણ પ્રકારનો બદલાવ કરવામાં આવ્યો નથી. જણાવી દઇએ કે RBI તરફથી રેપોરેટ વધારાયા બાદ એક્સિસ બેન્ક, સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા, ICICI બેન્ક અને ફેડરલ બેન્કે પણ MCLR આધારિત વ્યાજદરોમાં વધારો કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો: દિવાળી પર Reliance Jioની ભેટ- JioFiberના નવા કનેક્શન પર રૂ 6500 સુધીનો ફાયદો

 

Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Bank Holiday: ગુરુ નાનક જયંતિના દિવસે બેંક ચાલુ રહેશે કે બંધ? RBIએ દ્વિધા દૂર કરી
Exit mobile version