ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
30 નવેમ્બર 2020
એક હીરાને કારણે ભારત ફરી એકવાર વિશ્વમાં ચર્ચાનું કારણ બન્યું છે. 1.05 કેરેટના જાંબુડિયા-લાલ રંગનો અતિ દુર્લભ હીરો તાજેતરમાં ખૂબ મોંઘા ભાવે વેચાયો. આ હીરાએ જિનીવામાં પ્રખ્યાત ક્રિસ્ટીની હરાજીમાં વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે. હીરાની કિંમત છે તે 2.77 મિલિયન ડોલર.. જે લગભગ રૂપિયામાં 20 કરોડ થાય છે.
લંબચોરસ આકારમાં કાપેલા ફેન્સી ડાયમંડ રિંગની કિંમત, તેના વિશિષ્ટ રંગના કારણે છે. સામાન્ય રીતે હીરા દુધિયા સફેદ રંગમાં જોવા મળતા હોય છે. પરંતુ આ કુદરતી હીરાનો રંગ છે પારદર્શક લાલ.. આ હીરાને એક પ્લેટિનમમા બે હૃદય-આકારના હીરા દ્વારા જડવામાં આવ્યો છે.
લાલ રંગના હીરા તેમની દુર્લભ ઘટનાને કારણે બધા હીરામાં સૌથી વધુ ખર્ચાળ માનવામાં આવે છે. લાલ હીરામાં જોવા મળતો રંગ ચર્ચાનો વિષય છે. ઘણા રત્ન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, "આ રંગ હીરાની રચનામાં ગ્લાઇડિંગ પરમાણુઓની હાજરીને આભારી છે. હીરાની રચના દરમિયાન તે ખૂબ જ દબાણથી પસાર થાય છે જે તેની અણુ બંધારણમાં ફેરફાર કરે છે જે રત્નને એક ખાસ રંગ આપે છે."