ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 નવેમ્બર 2021
બુધવાર.
દિલ્હી હાઈકોર્ટે કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા( CCI)ને અમેઝોનને આપવામાં આવેલી મંજૂરીને લઈને જે પણ સમસ્યા છે, તેનો ઉકેલ લાવવા બે અઠવાડિયાની મુદત આપી છે. કોન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર કોર્ટે આ સૂચના આપી છે.
ફ્યૂચર કૂપન લિમિટેડે હાઈ કોર્ટની આ મંજૂરીને પડકારી હતી. જોકે પછી CAIT એ પણ CCIને એક મેમોરેન્ડમ આપીને એમેઝોનને આપવામાં આવેલી મંજૂરીને રદ કરવાની માંગણી કરી હતી.
CCIના વકીલ એએસજી વેંકટરમને કોર્ટને કહ્યું હતું કે CCIએ 4 જાન્યુઆરી 2022ના એમેઝોનને સુનાવણી માટે બોલાવાનો વિચાર કરી રહ્યું છે ત્યારબાદ નિર્ણય થશે, જોકે કોર્ટે તેમની વાતનો સ્વીકાર નહીં કરતા આ પ્રકરણનો બે અઠવાડિયામાં જ ઉકેલ લાવવાની સૂચના આપી હતી.
ફયૂચર ગ્રુપ અને એમેઝોન વચ્ચે ચાલી રહેલી ર્કોપોરેટ લડાઈમાં હસ્તક્ષેપ કરતા બુધવારે CAIT દિલ્હી હાઈ કોર્ટમાં 6,000 વેપારીઓના હિતને ધ્યાનમાં રાખીને અરજી દાખલ કરી હતી. કોર્પોરેટની લડાઈમાં નાના વેપારીઓનો ખો નીકળી જવાનો છે.