News Continuous Bureau | Mumbai
વિશ્વની સૌથી મોટી સીમેન્ટ ઉત્પાદક હોલસીમ ગ્રૂપ ભારત(India)ની બજારમાં પ્રવેશ્યાના સત્તર વર્ષમાં જ વિદાય લેવાની તૈયારીમાં હોવાનું જાણવા મળ્યું છે. આ કંપનીએ તેના ટ્વીન લિસ્ટેડ આર્મ્સ અંબુજા સિમેન્ટ(Ambuja cement) અને એસીસી લિમિટેડને મુખ્ય બજારો પર ધ્યાન કેન્દ્રિત કરવાની વૈશ્વિક વ્યૂહરચનાના ભાગરૂપે વેચાણ માટે મૂક્યા હોવાનું બજારના સૂત્રોનું કહેવું છે.
એવું માનવામાં આવે છે કે હોલસીમે JSW અને અદાણી ગ્રૂપ(Adani Group) સાથે પ્રારંભિક તબક્કામાં વાટાઘાટો કરી હતી. આ બંને કંપની સિમેન્ટ સેક્ટરમાં તાજેતરના પ્રવેશ્યા છે અને આગળ વધવાની આક્રમક યોજના ધરાવે છે.
આ સમાચાર પણ વાંચો : વારંવાર ઉપર-નીચે દોડતા શેરબજારને વિસામો મળ્યો. આજથી આટલા દિવસ માટે શેર બજાર બંધ…
જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું કે શ્રી સિમેન્ટ જેવા પ્રાદેશિક સિમેન્ટ ઓપરેટરોને પણ ફીલર મોકલવામાં આવ્યા છે. વૈશ્વિક સિમેન્ટ કંપનીઓ કે જેઓ લાંબા સમયથી ભારતમા પ્રવેશવા માગે છે તેઓને પણ આમા રસ હોવાનું જાણવા મળ્યું છે. કારણ કે અંબુજા અને ACC બંનેનો કબજો લેવાથી કોઈપણ કંપની વાર્ષિક 66 મિલિયન ટનના વેપાર સાથે ભારતમાં સિમેન્ટ ક્ષેત્રમાં બીજા સ્થાને ઓટોમેટિક આવી જશે.
સ્વિટ્ઝર્લૅન્ડ સ્થિત હોલસીમ કે જેણે 2015માં ફ્રેંચ હરીફ લાફાર્જ સાથે વૈશ્વિક સ્તરે મર્જ કરીને મેગા કંપની LafargeHolcim બનાવી હતી. એક સમયે તેના શેરની કિંમત 1200ની આસપાસ રહેતી હતી.